ભરતસિંહ સોલંકીનું સ્ફોટક નિવેદન, કંગનાને પદ્મશ્રી આપ્યો,

Spread the love

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણી (gujarat election) ના બ્યૂગલ વાગી ચૂક્યા છે. દરેક પક્ષે પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધી છે. મતદારોને રીઝવવા દિગ્ગજ નેતાઓની સભા, બંધ બારણે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે રાજકોટના રાજકારણમાં હલચલ મચી જાય તેવી બેઠક મળી છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામના નરેશ પટેલ (Naresh Patel) વચ્ચે આજે બંધ બારણે મળી હતી.
આ બેઠક બાદ રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. સાથે જ ભરતસિંહ સોલંકીએ બેઠક બાદ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, ભાજપે કંગના રનૌત (kangana ranaut) ને પદ્મશ્રી આપ્યો, તો નરેશ પટેલ પણ પદ્મશ્રીના હકદાર છે.
ખોડલધામ (Khodaldham) ટ્રસ્ટ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. ચૂંટણી આવે એટલે પાટીદાર (Patidar) મત મેળવવા માટે ખોડલધામનું મહત્વ વધી જાય છે. અત્યાર સુધી અનેક દિગ્ગજ નેતાઓ ખોડલધામની મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી (baratsinh solanki) ની ખોડલધામના નરેશ પટેલ સાથેની મુલાકાતે જોર પકડ્યુ છે. ભરતસિંહ સોલંકીએ આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગાણાવી છે, પણ બંધ બારધે શુ ચર્ચા થઈ તે મામલે ભાજપના પેટમાં પણ ફાળ પડી છે. નરેશ પટેલ સાથે બંધ બારણે ભરતસિંહની બેઠક મળી હતી. જેના બાદ ભરતસિંહ સોલંકીએ કહ્યુ હતુ કે, ‘નરેશ પટેલ સાથે ઔપચારિક બેઠક થઈ છે. પાટીદાર સમાજને આગળ રાખી કોંગ્રેસ ચાલશે. પ્રદેશ કમિટીમાં પણ પાટીદારોને સ્થાન આપવામાં આવશે. પાટીદાર સમાજ ખૂબ હોંશિયાર છે. કોને મત આપવો તે પાટીદાર સમાજને સારી રીતે ખબર છે.’ આ સાથે જ તેમણે 2022 ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ (gujarat congress) ના જીતની આશા વ્યક્ત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com