વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ – VGGS ૨૦૨૨ના પૂર્વાર્ધ અવસરે સમિટ પહેલાં સુચિત રોકાણોના વધુ ૧ર MOU ગાંધીનગરમાં સંપન્ન થયા

Spread the love

ગુજરાતને મોસ્ટ પ્રિફર્ડ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકે પ્રસ્થાપિત કરતી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ઉત્તરોતર નવા રેકોર્ડ સ્થાપી રહી છે.
આ સમિટની ફળશ્રૃતિએ ગુજરાત ગ્લોબલ બિઝનેસ હબ અને નેટવર્કીંગ પ્લેટફોર્મ બન્યું છે તેમાં આગામી ૧૦મી વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૨ ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ની થીમ સાથે યોજાશે
આગામી જાન્યુઆરી ૨૦૨૨માં તા. ૧૦થી ૧૨ દરમ્યાન યોજાનારી આ ૧૦મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પૂર્વ તૈયારીઓ રૂપે ગુજરાત સરકાર સાથે આ સોમવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગકારોએ રાજ્યમાં ઔદ્યોગિક ક્ષેત્રે સુચિત રોકાણો અંગેના ૧૨ જેટલા MOU ગાંધીનગરમાં સંપન્ન કર્યા હતા.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે સ્પષ્ટપણે કહ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આત્મનિર્ભર ભારતનો જે કોલ આપ્યો છે તેને આ વાઇબ્રન્ટ સમિટની ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ દ્વારા સાકાર કરવા ગુજરાત સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૨ના પૂર્વાર્ધરૂપે દર સપ્તાહ પ્રથમ દિવસે ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વિવિધ ઉદ્યોગ-રોકાણકારો સાથે MOUનો ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે
આ સોમવારે MOUની ત્રીજી કડીમાં જે ઔદ્યોગિક ક્ષેત્રોએ મૂડીરોકાણમાં રસ દાખવ્યો છે તેમાં – ઇલેક્ટ્રીક ટુ વ્હીલર, કેમિકલ, ફાર્મા, API, ઇલેક્ટ્રીસીટી સ્ટોરેજ સોલ્યુશન, ઓર્ગેનિક્સ, પેપર, મેટલ, હાઇજીન, જ્વેલરી, ડાઇઝ સહિત અન્ય વિવિધ ક્ષેત્રોની કંપનીઓનો સમાવેશ થાય છે.
આ ઊદ્યોગો ગુજરાતમાં અંજાર, દહેજ, ભરુચ, વલસાડ, ગાંધીનગર, હાલોલ, સાવલી, જઘડીયા, સાયખા, પાલ, સહિત અન્ય સ્થળોએ ઔદ્યોગિક મૂડીરોકાણ કરશે.
આ મૂડીરોકાણો દ્વારા “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત”નું સ્વપ્ન સાકાર થશે. આ સમિટ દ્વારા બીઝનેસ તેમજ સમાજ માટે સર્વ સમાવેશક પ્રગતિનો માર્ગ ખૂલશે અને તેનાથી સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર સુધી પહોંચાડી શકાશે.
આ પ્રસંગે માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી, ઊદ્યોગ રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્યમંત્રીશ્રીના ચીફ પ્રિન્સિપલ સેક્રેટરી શ્રી કે. કૈલાશનાથન, ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર તથા ગુજરાત સરકારના ઊદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા સહિત સિનિયર અધિકારીઓ અને ઉદ્યોગ સંચાલકો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com