મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજિટાઇઝ્ડ ગ્રંથોનું વિમોચન કર્યું

Spread the love

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ડિજીટાઇઝ્ડ ગ્રંથોનું ગાંધીનગરમાં વિમોચન કર્યુ હતું.
ગુજરાતી ભાષાના પ્રથમ એન્સાઇક્લોપીડિયા ગણાતા એવા આ ગુજરાત વિશ્વકોશના અંદાજે ૨૩ હજાર જેટલા લખાણો વાચકોને હવે આંગળીના ટેરવે-ઓનલાઇન ઉપલબ્ધ બન્યા છે વિશ્વકોશ માં ઉપલબ્ધ વિવિધ વિષયોની સઘળી માહિતી પણ હવે વેબસાઇટ પરથી વાંચી શકાશે.
મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટે ગુજરાતી શબ્દકોશ -લેક્સિકોનનું સંચાલન સંભાળ્યું છે. ગુજરાતી શબ્દોનો અર્થ જાણવા અને તેની સમજણ કેળવવા માટે ગુજરાતી લેક્સિકોનનો લાભ કરોડો વાચકો લઇ રહ્યા છે.
શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતી ભાષાને વિશ્વના ખૂણે-ખૂણે વસતા લોકો સુધી આ ડિઝીટાઇઝ્ડ ગ્રંથો દ્વારા પહોચાડવાના સમયાનુરૂપ અભિગમની પ્રસંશા કરી હતી
ગુજરાત વિશ્વકોશના બાળ વિશ્વકોશ, પરિભાષા કોશ વગેરે કોશોની કામગીરીનો ખ્યાલ મુખ્યમંત્રીશ્રીને શ્રી પી. કે. લહેરીએ આપ્યો હતો અને આ કોશ ભેટ પણ આપ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિશ્વકોશના ટ્રસ્ટી શ્રી પી. કે. લહેરી અને અધ્યક્ષ શ્રી કુમારપાળ દેસાઇ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com