Sal ગ્રુપના ચેરમેન રાજેન્દ્ર શાહ અને તેમના પુત્ર કારણ શાહ
અમદાવાદમાં વહેલી સવારે ૬ વાગ્યાથી SAL ગ્રુપ પર આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં SALના ચેરમેન રાજેન્દ્ર શાહના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે.આજે સવારે છ વાગ્યાથી સાલ હોસ્પિટલથી એક કિલોમિટરના અંતરે આવેલી મણિચંદ્ર સોસાયટીમાં રાજેન્દ્ર શાહના બંગ્લો નવકારમાં તપાસ હાથ ધરવામાં આવી છે.રાજેન્દ્ર શાહ સહિત પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી
આ સર્ચ ઓપરેશનમાં બેનામી સંપત્તિ અને ગેર વહીવટો સામે આવે તેવી શક્યતા છે.મહત્વનું છે કે SAL ગ્રુપ સ્ટીલ, હોસ્પિટલ, શિક્ષણ ક્ષેત્રે સક્રિય છે, ત્યારે આઈટી વિભાગે SAL ગ્રુપ દરોડા પાડતા અનેક ઉદ્યોગપતિમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.મુંબઈ આવકવેરા વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા, ગુજરાત IT વિભાગના એક પણ અધિકારી સામેલ નથીપહેલી વખત અમદાવાદ શહેરમાં થયેલા સર્ચ ઓપરેશનમાં ગુજરાત આવકવેરા વિભાગના એક પણ અધિકારીને સામેલ કરવામાં આવ્યા નથી..તપાસમાં દિલ્લી, મુંબઈ યુનિટના અધિકારીઓ જોડાયા છે ત્યારે હવે આવકવેરા વિભાગની તપાસમાં બિનહિસાબી વ્યવહારો મળે તેવું જોવાઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં આવકવેરા વિભાગ દ્વારા રાજ્યના અનેક નામાંકિત ઉદ્યોગપતિઓના ઘરે દરોડા પાડવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં કોરોનાકાળ બાદ અનેક હોસ્પિટલો આઈટીના રડારમાં આવી છે. દર્દીઓ પાસેથી કોરોનાની સારવારના નામે તોતિંગ રૂપિયા વસૂલ્યા છે. આવામાં કોરોનામાં કરોડો કમાઈ ગયેલી હોસ્પિટલો પર આઈટી ડિપાર્ટેમેન્ટે લાલ આંખ કરી છે. જેથી જ આજે સાલ હોસ્પિટલના ચેરમેન અને સાલ ઈન્સ્ટીટ્યૂટ સાથે જોડાયેલા રાજેન્દ્ર શાહના ઘરે મુંબઈ આવકવેરા વિભાગની આશરે 10 જેટલી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ સર્ચ ઓપરેશનમાં તમામ લોકોની પૂછપરછ કરાઈ રહી છે. ત્યારે આગામી દિવસોમાં અન્ય મોટી હોસ્પિટલો સાથે જોડાયેલા વ્યક્તિઓના ઘરે પણ દરોડા થઈ શકે છે.