GJ-18 ની સ્કાય લાઇન વિવાદમાં G.H.C. નું કડક વલણ,બાંધકામ ની તપાસ આવતીકાલે

Spread the love

GJ-18 ખાતે સ્કાય લાઇન બિલ્ડીંગ રોડ- ૧૧ નો વિવાદ ખૂબ જ ચગયો છે, ત્યારે કોંગ્રેસના રજની પટેલ હાથ ધોઈને, પિંકી પટેલ આદુ ખાઈને આ બિલ્ડિંગમાં ખોટું થયું હોય તે સંદર્ભે પાછળ પડ્યા છે ,ત્યારે રજનીની ન્યાય માટે રફતાર તેજ કરી છે અને પિંકી પટેલ ની પકડ સામે કબાડી ગ્રુપને ધોળે દિવસે હાલ તારાનો નજારો જાેવા મળી રહ્યો છે, ત્યારે કબાડીગ્રુપ અંડા ,ગંડા કરવામાં હોંશિયાર હોવાથી તારીખ ૯/ ૧૨ /૨૧ના રોજ કમિશનરને ગુજરાત હાઇકોર્ટ દ્વારા આવવાનું છે ,તે પહેલાં કેવા પેચ લડાવીને, કયા અંડા , ગંડા કરે છે ,તે જાેવું રહ્યું ,બાકી નવયુવાનોને તપાસ જે સોંપવામાં આવી છે તે રિપોર્ટ ગુજરાત હાઇકોર્ટના મેજ ઉપર જશે ત્યારે ખબર પડશે, ત્યારે કોંગ્રેસના પિન્કીબેન પટેલે ગેરકાયદેસર મુદ્દ સે-૧૮ માં બનાવેલા કમર્શિયલ બિલ્ડિંગને ગેરકાયદે ગણાવી નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવા માટે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન મ્યુનિ. તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે, સે-૧૧માં વિકાસ પરવાનગી વગર કમર્શિયલ બિલ્ડિંગ બન્યું હોવાથી લાઈટ, પાણીની સુવિધા અપાઈ નથી અને બિલ્ડિંગનો કબજાે કોઈને અપાયો નથી. અરજદાર તરફથી મ્યુનિ.ના આ દાવા સાચા ન હોવાની દલીલ થઈ હતી. જેથી હાઈકોર્ટે આ મામલે હકીકત જાણવા માટે બે સભ્યોનું કમિશન બનાવ્યું છે. ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના બે સભ્યોનું આ કમિશન પોલીસ બંદોબસ્ત સાથે ૯મી તારીખે સ્થળની તપાસ કરશે અને સીલબંધ કવરમાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરશે.
તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી થતી નહીં હોવાનો આક્ષેપ કરીને નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરવાની માગણી સાથે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર પિન્કીબેન રજનીકુમાર પટેલે હાઈકોર્ટમાં અરજી કરી હતી. અરજીમાં તેમના તરફથી દાવો કરાયો હતો કે,સ્કાયલાઇન કંપનીએ બનાવેલી બિલ્ડિંગમાં વિકાસ પરવાનગી વગર કામ હાથ ધરાયું છે અને જીડીસીઆરના નિયમોની જાેગવાઈથી વિરુદ્ધ ત્રણ માળ વધારાના ખડકી દેવાયા છે. વિવાદાસ્પદ બિલ્ડિંગને વિકાસ પરવાનગીનો મુદ્દો વિચારાધિન હોવાનો સ્વીકાર મ્યુનિ. તંત્ર દ્વારા કરવામાં આવ્યો હતો.
આ સાથે મ્યુનિ. તંત્ર તરફથી રજૂઆત કરાઈ હતી કે, વિકાસ પરવાનગી ન હોવાથી બિલ્ડિંગને બીયુ સર્ટિફિકેટ અપાયું નથી. બિલ્ડિંગનું બાંધકામ અટકાવી દેવાયું છે અને તેને લાઈટ, પાણી સહિતની સુવિધાઓ અપાઈ નથી. બિલ્ડિંગનું પઝેશન કોઈને અપાયું નથી અથવા તેનો ઉપયોગ પણ અટકાવી દેવાયો છે તેવો દાવો કરાયો હતો. જેના જવાબમાં અરજદાર તરફથી રજૂઆત થઈ હતી કે, ઉક્ત બિલ્ડિંગમાં લાઈટ-પાણી સહિતની સુવિધાઓ છે તથા દરેક દુકાન દીઠ અલગ વીજ મીટરો લાગી ગયા છે. આ મેટર સબ જ્યુડિસ હોવા છતાં બિલ્ડિંગનો ઉપયોગ થઈ રહ્યો છે અને ઓક્યુપન્સી (કબજાે આપવાની) પ્રવૃત્તિ ચાલુ છે.
દરમિયાન બિલ્ડર તરફથી હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, અગાઉ તેમના બિલ્ડિંગને વિકાસ પરવાનગી મળેલી હતી અને તેના આધારે બાંધકામ ચાલતુ હતું. દરમિયાન ઓક્ટોબર ૨૦૧૭માં નવા જીડીસીઆર અમલી થયા હતા. જેના પગલે ત્રણ માળ વધારાના ખેંચવાની મંજૂરી મળી શકે તેમ હતું. તેથી વધારાના માળ સાથેની વિકાસ પરવાનગી મ્યુનિ. તંત્ર પાસેથી લેવાઈ હતી અને તેને મંજૂરી અપાઈ હતી. ફેબ્રુઆરી-૨૦૧૮માં મંજૂરી પાછી ખેંચી લેવાઈ હતી, પરંતુ આ અંગેની જાણ જુલાઈ-૨૦૧૮માં થઈ હતી અને ત્યાં સુધીમાં વધારાના ત્રણ માળ બની ગયા હતા. સાડા ચાર મહિનાના સમયમાં ત્રણ માળ બનાવી દેવાયા હોવાની ઉક્ત દલીલના સમર્થનમાં બિલ અને બાંધકામની વિગતો સહિતના પુરાવા રજૂ કરવા નિર્દેશ આપ્યા હતા.ત્રણેય પક્ષની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, અરજદાર તરફથી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેથી તેની હકીકત ચકાસવા માટે બાર એસોસિએશનના બે સભ્યનું કમિશન બનાવવામાં આવે ચે. આ બંને સભ્ય બિલ્ડિંગની મુલાકાત લઈને ચકાસણી કરશે તથા રિપોર્ટ રજૂ કરશે. રિપોર્ટમાં બિલ્ડિંગના સ્ટેસ ઉપરાંત તેનો વપરાશ થાય છે કે નહીં, કેટલું બાંધકામ થયું છે, વીજળી, પાણી અને ગટર કનેક્શન અપાયા છે કેમ તેની ચકાસણી કરવમાં આવશે. આ રિપોર્ટ આગામી મુદત પહેલાં કોર્ટ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ કરવાનો રહેશે. કોર્ટ કમિશનર દ્વારા ૯મી ડિસેમ્બરે ૧૧ કલાકે બિલ્ડિંગની મુલાકાત લેવામાં આવશે.
આ સમયે અરજદાર, મ્યુનિ. તંત્ર અને બિલ્ડર અથવા તેમના પ્રતિનિધિ હાજર રહેશે. કમિશનરના બંને સભ્યની ફી બિલ્ડરે ચૂકવવાની રહેશે અને કોર્ટ કમિશનર્સ દ્વારા સ્થળની મુલાકાત લેવાય તે સમયે રાજ્ય સરકાર તથા પોલીસે જરૂરી સહકાર આપવાનો રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com