કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પોતે કરેલા ચોકીદાર ચોર હૈ વિધાન અંગે બિનશરતી માફી માગી લીધી હતી. લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન એકથી વધુ વખત રાહુલ ગાંધીએ રાફેલ વિમાન સોદા અંગે એવું વિધાન કર્યું હતું કે ચોકીદાર (અર્થાત્ વડા પ્રધાન) ચોર હૈ… ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધી સામે આ વિધાનને સુપ્રીમ કોર્ટના તિરસ્કાર સમાન ગણાવીને કેસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે રાફેલ સોદા અંગે લીધેલા વલણની પણ રાહુલના આ વિધાનથી ટીકા થતી હતી. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કોર્ટમાં હાજર થવાનો આદેશ મોકલ્યો હતો. જો કે એ દરમિયાન તમે ભૂલ કરી છે એવું રાહુલને તેમના પક્ષના વકીલ સભ્યો દ્વારા સમજાવવામાં આવતાં તેમણે માફી માગી લીધી હતી. આજે સવારે સુપ્રીમ કોર્ટે એ માફી સ્વીકારી લેતાં રાહુલને ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં બોલતાં વિચાર કરજો. રાહુલ ગાંધી સામે હજુ પણ કેટલાક કોર્ટ કેસ ઊભા છે. એમાંના કેટલાક ગુજરાત રાજ્યની કોર્ટસ્ માં ઊભા છે.