સુખરામ રાઠવાએ વિપક્ષના નેતા તરીકેનો ચાર્જ સંભાળ્યો

Spread the love

 

 

 

 

 

ગાંધીનગર

 

સુખરામ રાઠવાએ આજે વિધિવત રીતે વિપક્ષના નેતા તરીકેનો પદભાર સંભાળી લીધો હતો. આ સમયે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, અમિત ચાવડા, સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સુખરામ રાઠવા વિધાનસભા પહોંચતા પરંપરાગત આદિવાસી નૃત્ય સાથે સુખરામ રાઠવાને આવકારવામાં આવ્યા હતા.વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્યો અને આગેવાનો સાથે બેઠક બાદ પદ ગ્રહણ કર્યું હતું. બપોરે 12.39 કલાકે રાઠવાએ પદગ્રહણ કર્યું હતું. તેમણે પૂજાવિધિ પછી પદભાર સંભાળ્યો હતો. પદગ્રહણ બાદ બપોરે નેતા વિપક્ષના નિવાસ સ્થાને સ્નેહ મિલન પણ યોજાશે.વિધાનસભા ઇલેક્શન પહેલા કોંગ્રેસ દ્વારા યુવાનોને કોંગ્રેસ પાર્ટીમાં જોડવા માટે આર જી પ્રીમિયમ લીગ શરૂ કરી છે. કોંગ્રેસે અમદાવાદમાં શરૂ કરેલ રાહુલ ગાંધી પ્રીમિયર લીગમાં 24 ટીમો ભાગ લઇ રહી છે.. જેમાંથી વિજેતા ટીમને ત્રણ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સોશિયલ મીડિયા ઇન્ચાર્જ રોહન ગુપ્તા આર જી ટુર્નામેન્ટ નું સંચાલન કરી રહ્યા છે અને એમનો દાવો છે કે કોંગ્રેસ હંમેશા યુવાઓને જોડવાનું કામ કરે છે.. પછી એ વિચારસરણીથી હોય કે રમતથી હોય.અમદાવાદથી રાહુલ ગાંધી ક્રિકેટ ટૂર્નામેન્ટની સફળતા બાદ રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને સમગ્ર દેશમાં ક્રિકેટ થકી યુવાઓને કોંગ્રેસ સાથે જોડવાનું આયોજન કરાઇ રહ્યું છે. તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી પણ ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા બેઠક દીઠ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ કબડી મેચ થકી યુવાઓને જોડવા પ્રયત્ન થઈ રહ્યા છે. ચૂંટનીના વર્ષમાં રાજકીય પાર્ટીઓ યુવાઓને રમતની પીચ પર ખેંચી આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com