GJ- 18 ખાતે ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા આજે કલેકટરશ્રીને વકીલો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાતમાં દરેક જગ્યાએ વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતુ. મહારાષ્ટ્ર સહિતના અનેક રાજ્યોમાં વિરોધ શરૂ થઈ રહેલ છે. નોટરી હકક ઉપર કોઈને તરાપ મારવાનો અધિકાર નથી.નોટરી એકટ માં વય મર્યાદા નો ઉલ્લેખ નથી. સરકારને ડ્રાફ્ટ એમેન્ડમેન્ટ પરત ખેંચવા રજૂઆત કરવામાં આજે કલેકટરશ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.