અમદાવાદ
ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં ગુજરાત ભાજપના (Gujarat BJP) નેતાઓને અગત્યની જવાબદારી સોંપાઈ છે. જેને લઈ ભાજપના નેતાઓ અમદાવાદ (Ahmedabad) એરપોર્ટથી UP જવા રવાના થયા છે. આ નેતાઓ UP માં મેરેથોન બેઠકમાં હાજરી આપી ચૂંટણી અંગેની રણનીતિ ઘડશે. મહત્વનું છે કે ગુજરાત ભાજપના નેતાઓને 11 જિલ્લાની 71 વિધાનસભા બેઠકોની જવાબદારી સોંપાઈ છે.ઉત્તરપ્રદેશ રાજ્યમાં જ્યાં સત્તારૂઢ ભાજપ (BJP) ટેબલેટ અને લેપટોપ આપવાની તૈયારી કરી રહ્યું છે, સમાજવાદી પાર્ટી પણ તેની ચૂંટણી (Election)પછીની સરકારમાં યુવાનોને ઘણી ભેટ આપવાનું વચન આપી રહી છે, જ્યારે કોંગ્રેસે (Congress)યુવતીઓને આકર્ષવા માટે સ્કૂટી અને સ્માર્ટફોન આપવાની જાહેરાત કરી છે.આ સાથે જ તમામ રાજકીય પક્ષોની નજર રાજ્યના સાડા છ કરોડ મતો પર ટકેલી છે. તેથી જ તમામ રાજકીય પક્ષો આ મતદારોને રીઝવવા માટે તમામ પ્રકારના વચનો આપી રહ્યા છે.ગુજરાત ભાજપના પૂર્વ મહામંત્રી કેસી પટેલ, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, ઉપાધ્યક્ષ જનક બગદાણાને જવાબદારી સોંપવામાં આવી છે. તો પૂર્વ કેબિનેટ મંત્રી રમણલાલ વોરા, રાજ્યસભા સાંસદ રામ મોકરિયા અને ઓબીસી મોર્ચાના મહામંત્રી મયક નાયક વલ્લભ કાકડિયા પણ ચૂંટણી પ્રચારમાં જવાના છે.દરેક નેતાઓને વિધાનસભા પ્રમાણે શક્તિ કેન્દ્રો અને બુથ સમિતિ પર કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.