આવકવેરા વિભાગ ગુજરાત દ્વારા આયોજિત સાયક્લોથોન 2021 ને કાલે સવારે ૮ વાગ્યે અમદાવાદથી મુખ્યમંત્રી ઝંડી બતાવીને શુભારંભ કરાવશે

Spread the love

 

 

 

 

 

 

 

અમદાવાદ

……….

આયકર ભવન ગુજરાત અમદાવાદ વેજલપુર ખાતે ગુજરાતનાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સાયક્લોથોન 2021 ને કાલે સવારે 7:45 થી 8:00 વાગ્યે ઝંડી બતાવીને શુભારંભ કરવામાં આવશે.આયકર ભવન વેજલપુર અમદાવાદથી ખેડા સુધી સાયક્લોથોન ની શરૂઆત સવારે ૮ વાગ્યાથી કરાશે અને સાયક્લોથોનનું સમાપન બપોરે ૧૨ વાગ્યે બોલેવાર્ડ 9 રિઝોર્ટ, ખેડા માં થશે. ભારતીય સ્વતંત્રતાના 75માં ગૌરવશાળી વર્ષની ઉજવણી (આઝાદી નો અમૃત મહોત્સવ)ના ભાગરુપે, આવકવેરા વિભાગ, ગુજરાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલા આહવાનને ધ્યાનમાં રાખીને શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું છે.

ખેડા સત્યાગ્રહની સ્મૃતિમાં વર્ષ 1918 માં જે માર્ગ પર આદરણીય સત્યાગ્રહીઓ દ્વારા ખેડા સત્યાગ્રહ કરવામાં આવ્યો હતો તે જ માર્ગ પર અમદાવાદ થી ખેડા જિલ્લાનાં નડિયાદ સુધી, તારીખ 17.12.2021 ના રોજ આવકવેરા વિભાગ દ્વારા સાયક્લોથોન 2021નું આયોજન કરવામાં આવેલ છે અને વિભાગનાં અધિકારીઓ/કર્મચારીઓ આમાં ભાગ લેશે.

ખેડા સત્યાગ્રહ એ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક ક્રાંતિકારી પગલું છે, જેમાં ખેડા જિલ્લાના ખેડૂતોએ દુષ્કાળની પૃષ્ઠભૂમિમાં દમનકારી કર વ્યવસ્થા સામે શાંતિપૂર્ણ આંદોલન કર્યું હતું. તેઓએ બ્રિટિશ સરકારને કર ન ચૂકવવા તથા આવી ચુકવણી ન કરવા સામે ઉદ્ભવતા તમામ સંભવિત પરિણામોનો સામનો કરવાની પ્રતિજ્ઞા કરી હતી. સંકલ્પબદ્ધ ગુજરાતી આંદોલનકર્તાઓએ ધરપકડ અને મિલકતની જપ્તીનો મક્કમતાથી સામનો કરીને તથા અહિંસક રીતે પોતાનો પક્ષ રજૂ કર્યો. પરિણામસ્વરૂપે બ્રિટિશ સરકાર પાસે એમની માંગણીઓ સ્વીકારવા, તેમજ આગામી વર્ષ માટે મહેસૂલ આકારણી સ્થગિત કરવા, રાજકીય કેદીઓને મુક્ત કરવા અને જપ્ત કરેલી મિલકતો પરત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.

સાયક્લોથોન 2021 એ ખેડા સત્યાગ્રહીઓની એ અડગ ભાવનાને એક ઉમદા શ્રદ્ધાંજિલ છે.

સાયક્લોથોન 2021 ખેડા સત્યાગ્રહના સંદેશ અને ઉમદા દેશપ્રેમની ઉજવણી કરે છે અને એ હકીકતને ઉજાગર કરે છે કે આઝાદીના 75 વર્ષોમાં, ભારતે બ્રિટિશ સરકારના દમનકારી કરવેરા શાસનને સફળતાપૂર્વક બદલીને સરળ કરવેરા પ્રણાલીમાં ફેરવી છે જે પારદર્શી સ્વૈચ્છિક અનુપાલન અને ઉન્નત કરદાતા સેવાઓ પર આધારિત છે અને જ્યાં એકત્રિત કરવેરાનો ઉપયોગ દેશની પ્રગતિ અને લોકોના કલ્યાણ માટે થાય છે,

આઝાદી ના અમૃત મહોત્સવની ઉજવણીમાં આપણી યુવા પેઢીની સહભાગિતાને પ્રોત્સાહિત કરવા, આવકવેરા વિભાગ, ગુજરાતે 10-15 વર્ષની વયજૂથના શાળાના બાળકો માટે ભારતનાં સ્વતંત્રતા ચળવળ માં ખેડા સત્યાગૃહનું મહત્વ ” વિષય પર નિબંધ લેખન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. અમદાવાદની તમામ AMC સંલગ્ન શાળાઓ ભાગ લેવા વિનંતી કરવામાં આવી હતી. ગુજરાતી,હિંદી અને અંગ્રેજી ભાષામાં નિબંધ મંગાવવામાં આવ્યાં હતાં. અમને યુવા સહભાગિઓ તરફથી ઉત્સાહપૂર્ણ પ્રતિસાદ મળ્યો છે . આ નિબંધોનું મૂલ્યાંકન કર્યા બાદ પ્રત્યેક ભાષામાં ત્રણ શ્રેષ્ઠ નિબંધોને ઇનામ આપવામાં આવશે અને દરેક બાળકને સહભાગિતા પ્રમાણપત્ર આપવામાં આવશે.

આ પહેલ પાછળનો વિચાર બાળકોને સંશોધન કરવા તેમજ આપણા સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખેડા સત્યાગ્રહના યોગદાન વિશે વધુ જાણવા માટે પ્રેરિત કરવાનો હતો. બૃહદ હેતુ આપણા ઈતિહાસમાં ગર્વની ભાવના જગાડવાનો અને રાષ્ટ્ર નિર્માણમાં કરની ભૂમિકાને સમજાવવાનો હતો. કારણકે, પાકા ઘડે કાંઠા ન ચઢે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com