અડીખમ ગુજરાત, એવા આપણા અડીખમ બાપા, એય મસ્ત ઢોળીયા એવા દોરીવાળા ખાટલામાં બેસીને કુદરતનાં સાનીધ્ય નો અહેસાસ કરી રહ્યા છે.આજના યુગમાં આવેલા સોફાસેટ રેકઝીન ના ગાદલા ,આ બધું રાચરચીલું ભલે હોય, પણ આરોગ્ય થી લઈને શરીર માટે કશું જ અનુકૂળ નથી, આજના યુગમાં પોચાં ગાદલામાં સૂઇ રહેલા ને પૂછો તો કમરનું દર્દથી લઈને અનેક રોગોની ઉત્પત્તિ ની વાત કરશે, ત્યારે બાપા અડીખમ કોઈ જ તકલીફ નહીં , દોરીવાળા ખાટલામાં બેસવાની અને નાની ગોદડી લઈને સૂઈ જાય તો એય આરામની નીંદડી આવી જાય, બાપા બેઠા છે ત્યાં, ૫૦ લાખથી પણ વધારે ગાડીઓ ,આજુબાજુ ચોકમાં પડી છે. પણ ગાડી એટલે ગાડી ,વધારે જેટલી સઞવડ એટલી જ અગવડ, આજે ચા કપમાં પીતા હોય અને તાહણા માં પી જુઓ ,સ્વર્ગનો અહેસાસ થાય છે કે નહીં, જમવા ગયા હોય અને ચમચીથી ખાવ અને હાથથી ચોળીને ખાવ ટેસ્ટ કરી જુઓ, પાચનશક્તિ ક્યારેય હાથથી ખાનારની નબળી ન પડે, આજના યુગના એસી બન્યા શરીર માટે ઠેસી ,આ કુદરતી સાનિધ્યમાં રહેવાની જે મજા છે, તે કંઈક ઓર જ છે. આજે અનેક પ્રકારના પર્ફ્યુમ, અત્તર નીકળ્યા છે. પણ ભાઈ મારે એવું અતર જાેઈએ છે, ભલે મોંઘું હોય પણ પાણી છાંટીએ અથવા વરસાદ આવે ત્યારે રેતીની સુવાસવાળું અત્તર કયાય દુનિયામાં મળતું હોય તો મને લાવી આપો, કુદરતથી વિશેષ કોઇ વસ્તુ નથી, આજે શોપિંગ મોલ મોટા બન્યા પણ આમાં ખાવા- પીવાના કરિયાણા સિવાયની ચીજવસ્તુઓ અમારા યુગ માટે નકામી જ છે. આજે પાણી લોકો પી રહ્યા છે. સ્ટીલના ગ્લાસમાં એ એક પ્રકારનું ઝેર જ છે, ત્યારે તાંબાના વાસણમાં પાણી રાખીને પી જુઓ, કોઈ બીમારી થાય તો પેટની તો કહેજાે, બાપા નું કુટુંબ પરિવાર સુખી-સંપન્ન છે, ત્યારે બધી ગાડીઓ મોંઘીદાટ પડી છે. પણ તેમના સપના તો ઘોડાગાડી, બળદગાડી ,એસટી બસો રોદા ખવડાવીને જતી એમાં મજા કંઇક ઓર જ હતી.
આજની પેઢી પૈસા પાછળ દોડી રહી છે. પણ આરોગ્યની જેટલી પણ ચીજાે ખાવ સારી ,ચોખ્ખી કંઈ ? ત્યારે બાપા પીઝા ,ઢોસા ,જેવી વાનગીઓ થી દુર રહ્યા છે, ત્યારે અડીખમ છે. એય બાજરીના રોટલા બે દાબી દઈએ એટલે બાજરો એટલે શરીર માટે ગરમ, ઠંડી લાગે શેની ?આજે શહેરોમાં કેમેરા મુકવામાં આવ્યા છે, ત્યારે બાપા કહે છે કે ગામમાં ચોરા પાસે બેઠેલા અમે બધા કેમેરા જ છીએ, કેમેરા તો હવે આવ્યા, પણ વર્ષોથી ગામડામાં કોઈ નવું માણસ આવ્યું ,કોણ ગયું, તે બધું જ ધ્યાન રાખતા હોય છે. ત્યારે કેમેરા ગૌણ વસ્તુ ગણાય ,બાકી લગ્નમાં ૫૦ પ્રકારની વાનગી પીરસતા હોય પણ બટેટાનું શાક ,મોહનથાળ અથવા શીરો ચોખ્ખા ઘીનો ના હોય તો લગ્ન ન કહેવાય ,આ વસ્તુ હોય તો જ મજા આવે, પહેલાના જમાનામાં નાડી જાેઈને ડોક્ટરો દવા આપતા હતા ,ને હવે રીપોર્ટીયા ડોક્ટરો દીયોરો બની ગયા છે, ગોમના રિપોર્ટ કઢાવીને છેલ્લે ખાડામાં ઉતારી ને કહે કે કશું નથી ,બી.પી ,ડાયાબિટીસ આવ્યું ક્યાંથી ? ઘરનાને બીપી હોય તો પિયરમાં વાત ફોનથી કરાવો અથવા અઠવાડિયું રહેવા મોકલો એટલે બીપી ગાયબ થઈ જાય ,આજે પીવાના પાણીની વાત કરીએ તો ઇર્ં. નું પાણી મિનરલ વોટર કેટલું નુકસાનકારક છે તે કોઈને ખબર છે ,ખરી ,ત્યારે અમે કુવાના પાણી પીને મોટા થયા, માટલાના પાણી પીને ક્યારેય બીમાર નહિ પડ્યા અને આજનો માનવી બાટલા ના પાણી પીને બીમાર પડી જાય છે. અમને ભલે લોકો અભણ, તેરતહાણા,ગોપાલક, માલધારી કહે ,પણ અમે ભાઈ મગજથી વિચાર વાળા નથી, દિલથી વિચારવાનું, મગજ ક્યારે કસવાનું નહીં, દિલ ને જે વિચાર આવે એ જ કરવાનું, આજે વર્ષો વિત્યા છતાં જે સંપ , એકતા છે ,તે માલધારી એવા તેર તાહણાઓમાં છે, કોર્ટ-કચેરી પછી, પહેલા સમાજમાં મોભીઓ કરે એ જ સાચું, તેરતાહણાના કેસો કોર્ટમાં જાેયા ખરા? ના ,આવા અનેક અડીખમ બાપા ઓ જજની જેમ બેઠા છે. બાકી આજના યુગમાં આવા ખડતલ માણસો જેવા મળે એટલે આંખોને ઠંડક આંખો પહોળી થઈ જાય છે .બાકી, વટભેર બેઠેલા બાપા એ જિંદગીની અનેક મજલ કાપી ચૂક્યા છે. તડકો છાયડો થી લઈને અનેક સમસ્યાઓના નિરાકરણ આ લોકો પાસે જ છે. અમને ભાઈ તમે ૯૪ રૂપિયા આના થયા ,કહો તો ખબર ન પડે, પણ સો મા છ ઓછા,એટલે ખબર પડે ,પણ અમને કોઈ આટી ન જાય , ત્યારે ૭૦ વર્ષની ઉંમર વટાવી ચૂકેલા અડીખમ બાપા હવે આવનારા દિવસોમાં પાઘડી પહેરેલા ધોતી, સાફોવાળા જાેવા હોય તો ગામડા ખૂંદવા પડશે , હા,પણ તેર તહાણા માં આજે કપડા યુવાનોમાં પહેરવેશ અલગ ભલે થયો હોય પણ પાણી પીવાનું તો તાંબાના લોટામાં, ચા પીવાની તાહણામાં ,ખાવાનું પણ તાંબાના વાસણમાં, રહેવાનું દુનિયાના તમામ લંગરો સાથે પણ ઘટે આપણે આપણી રહેણીકરણી જ રહેવાનું, ત્યારે બાપા ને સલામ…..,
અડીખમ ગુજરાતના બાપાને… બાકી ભાઈ ગેસના તવાના રોટલા આજની પેઢી ખાય છ. ચુલા ના ખાઈ જુઓ તો ખબર પડે ,સિમેન્ટના બંગલા ,મકાનોમાં રહેતાં ગરમીની બૂમો પાડે, એ.સી. નખાવે અને નળીયા તથા છાણના મકાનમાં રહેતો કોઈ દિવસ ગમે તેવી ગરમી ની બૂમો નહિ પાડે, છાણના મકાનમાં એક દિવસ રહી જુઓ્, તો ખબર પડે અને ધુમાડો ,પ્રદૂષણ ની વાતો કરનારા છાણના પોદરા માંથી બનાવેલા છાણાની સુવાસથી જ બીમારી જીવ-જંતુઓ મરી જાય છે. લાકડા ,છાણાની ધુણી જ અનેક મહા મારી બીમારીઓને દૂર ભગાડે છે, એટલે તો હવનમાં છાણા નો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે હજુ સમય છે, જૂની વસ્તુ થી નાતો જાેડો ,નવી વસ્તુઓને છોડો….