આપણે રોજબરોજના જીવનમાં જે ખાદ્યતેલ આરોગીએ છીએ તેમાં પણ અનેક જાતની અશુદ્વિઓ અને ભેળસેળ જાેવા મળતી હોય છે.
જે આરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આ પ્રકારની અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલનીfssai દ્વારા નિયમિતપણે ચકાસણી કરવામાં આવતી હોય છે. હ્લજીજીછૈં દ્વારા કરાયેલી ખાદ્યતેલોની ચકાસણી દરમિયાન એટલી ભેળસેળ સામે આવી હતી જેણે કંપનીના ખાદ્યતેલની શુદ્વતાના દાવાને પોકળ સાબિત કર્યા હતા.
fssai દ્વારા દેશભરમાં વેચવામાં આવતા ખાદ્યતેલોની ગુણવત્તા માપવા માટેના સેમ્પલો એકત્ર કરવામાં આવ્યા હતા. સેમ્પલની ચકાસણી બાદ કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા.
દેશના ૪ મહાનગરો અને ૫૮૭ જીલ્લામાંથી આ સેમ્પલ્સ એકઠા કરાયા હતા. આ સેમ્પલોની ચકાસણી બાદ દેશમાં અશુદ્વિઓ ધરાવતા ખાદ્યતેલ મળતું હોવાનો હ્લજીજીછૈં એ દાવો કર્યો છે.
દેશમાંથી ૪૪૬૧ નમૂનાઓ લેવામાં આવ્યા હતા જેમાંથી મોટા ભાગના નમૂનાઓ તેની ગુણવત્તાની ચકાસણીમાં નિષ્ફળ નિવડ્યા હતા.
સેમ્પલ્સની ચકાસણી દરમિયાન કેટલાક ખાદ્યતેલોમાંથી આફ્લાટિકિસન્સ કિટાણુનાશક જેવા ઘાતક રસાયણો પણ મળી આવ્યા હતા. તે ઉપરાંત ખાદ્યતેલમાં મોટા પ્રમાણમાં હાનિકારક મેટલ પણ મળ્યું હતું.
સેમ્પલો બાદ જે સૌથી વધુ ચોંકાવનારી વાત એ હતી કે ૧૦૮ જેટલા સેમ્પલોમાં તો તેલ ખાવાલાયક પણ ન હોવાનું સામે આવ્યું હતું.
ભેળસેળથી પ્રજા ત્રસ્ત, વેપારીઓ મસ્ત, તંત્ર રેડ પાડવા ક્યારે થશે વ્યસ્ત
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments