ગુજરાતમાં ૨૦૨૨ના નવા વર્ષની શરૂઆત થઇ ગઇ છે.ત્યારે સૌરાષ્ટ્રમાં ભાજપનો ઝાર મજબુત કરવા CR ને પ્રજાનો PR (એટલે કે પબ્લીક રીલેશીપ) વધી રહી છે. અને પક્ષોને લોકો ડિસ્પોઝ કરી રહ્યા છે, ત્યારે પાટીલને મળતો રીસ્પોન્સ ખૂબજ ધ્યાન ખેંચનારો છે. રાજ્યમા ંવિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના મહિનાઓ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ તરીકે OBC નેતાની નિંમણૂંક કરવામાં આવી છે. ત્યારે મોટાભાગનો ભાર હાલ CR પાટીલના ખંધા ઉપર છે. સતત ૨૦ કલાક પોતે પબ્લીક તથા સંગઠનના પ્રશ્નોને વાચા આપવા અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે સોરાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસથી પાટીલ સૌરાષ્ટ્ર ના પ્રવાસે છે.પાટીલ દરેક જ્ઞાતી ને આગળ કરી આગળ વધી રહયા છે તેઓ ક્ષત્રિય, પટેલ ની વોટબેંક પણ મજબૂત કરવા સતત આગળ વધી રહયા છે.
હજી ગત શુક્રવારે જ રાજકોટ રોડ શોમાં, ખંભાળિયામાં ભૂચોરમોરીની શૌર્યકથામાં હાજરી આપ્યા બાદ ગઇકાલે શનિવારે હળવદમાં પ્રજાપતિ સમાજમાં હાજરી આપી હતી.આજે સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેમાં સ્વાગત કરવા માટે લીલાખા પહોંચ્યા હતા. સ્વાગત બાદ તેઓ ખોડલધામની ઓચિંતી મુલાકાત કરી હતી.
ખોડલધામમાં પાટીલે મા ખોડલના દર્શન કરી પ્રસાદ પણ લીધો હતો. પાટીલ સાથે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ, ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખ ખાચરિયા સહિતના ભાજપના આગેવાનો જાેડાયા હતા. ખોડલધામમાં નરેશ પટેલે પાટીલનું સ્વાગત કર્યું હતું અને ખોડલધામનો ખેસ પહેરાવ્યો હતો. પાટીલ સુરતના ઉદ્યોગપતિએ ચમારડીથી પદયાત્રા યોજી હોય તેના સ્વાગત માટે આવ્યા હતા. આ પદયાત્રાનું પાટીલે લીલાખામાં સ્વાગત કર્યું હતું. બાદમાં અચાનક જ પાટીલ ખોડલધામ પહોંચ્યા હતા.પાટીલ હેલિકોપ્ટર મારફત ગોંડલ જીઇઁ ગ્રાઉન્ડ હેલિપેડ ખાતે ઉતરાણ કર્યું હતું. અહીં ભાજપના આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાદમાં પાટીલ બાય રોડ કારમાં લીલાખા પહોંચ્યા હતા.આમ પાટીલ હવે સક્રિય થયા છે અને ચુંટણીઓ પહેલા પોતાનો ગઢ મજબૂત કરી રહયા છે.