ગુજરાતમાં ઉમિયા માતાજી સંસ્થાનના નવા પ્રમુખ તરીકે ભાજપના સ્ન્છ બાબુભાઇ જમનાદાસ પટેલ (મ્ત્નઁ) તરીકે પ્રચલિત છે. ત્યારે માતા ઉમિયા માતાજી જ્યાં બીરાજમાન છે એવા ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખની વરણી થઈ છે. ઊંઝા ઉમિયાધામના પ્રમુખ તરીકે બાબુભાઈ જમનાદાસ પટેલની વરણી કરવામાં આવી છે. બાબુ જમના પટેલ દસક્રોઈ બેઠક ઉપરથી ધારાસભ્ય (સ્ન્છ) તરીકે ચૂંટાઈ આવ્યા છે.ઊંઝા ઉમિયામાતાજી સંશ્થાનના ઉમેશ્વર હોલમાં મળેલી કારોબારી બેઠકમાં ર્નિણય લેવાયો છે.ઊંઝા ઉમિયાધામના નવા પ્રમુખ બનેલા બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે, આજે મને સર્વાનુમતે મારી પ્રમુખ તરીકે વરણી કરી છે. અને પહેલા મારા હરિફ એવા પ્રહલાદભાઈએ પણ જાહેરમાં મને ટેકો આપ્યો છે. જેમનો હું ખુબ ખુબ આભારી છું. અને મને આપવામાં આવેલી જવાબદારી નાથી નથી. પાટીદાર સમાજ દરેક વર્ગોને સાથે રાખીને ચાલનારો વર્ગ છે. અને હું કાયમથી સમાજના દરેક વર્ગના લોકોને સાથે રાખીને ચાલતો આવ્યો છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પાટીદાર સમાજનો દરેક વર્ગોને સાથે રાખીને ચાલવું એ એનો સ્વભાવ છે. ધીમે ધીમે પાટીદાર સમાજ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. વિકાસની વાતને પહેલા વળગ્યા હોય તો તે પાટીદાર સમજા હતો. આ સાથે તેમણે સોલા ઉમયા કેમ્પસમાં નિર્માણપામનારા ઉમિયાધામ અંગે પણ વાતો કરી હતી. આજે રવિવારે ઊંઝા ઉમિયા મંદિર સંસ્થાનના ઉમેશ્વર હોલ ખાતે કારોબારીની બેઠક મળી હતી. જેમાં હાલના ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુક મણીભાઈ પટેલ સહિતાના હોદ્દેદારો હાજર રહ્યા હતા. આ ઉપરાંત પ્રમુખ દરના દાવેદાર પ્રહલાદભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રહલાદભાઈએ સહિત અન્ય હોદ્દેદારોએ સર્વાનુમતીથી બાબુભાઈ જમનાદાસ પટેલને ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ તરીકે વરણી કરી હતી. બાબુ જમના પટેલ કડવા પાટીદાર સમજાના આગેવાન અને ગુજરાત વિધાનસભાની દસક્રોઈ બેઠક ઉપરથી ભાજપ તરફથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. અને અત્યારે બાબુ જમના પટેલ સોલા ઉમિયાધાના ચેરમેન પણ છે.