ગુજરાતનું કહેવાતું પાટનગર GJ-18 ખાતે જમીનોના ભાવ સતત આસમો જઇ રહ્યા છે. ત્યારે ઘણાજ બિલ્ડરો દ્વારા પ્લાન પાસ થયા બાદ અનેક ખેલો કરવામાં આવ્યા છે. ત્યારે ય્ત્ન-૧૮ ખાતેના અંબાપુર પાસે આવેલા ૨૪ લક્ઝુરીયસ બંગલાની સ્કીમ માટે ગુડા પાસેથી પ્લાન પાસ કરાવ્યા બાદ ૪૮બંગલા બનાવીને ગ્રાહકોને પધરાવી દીધા હોવાનું સુત્રો દ્વારા માહિતી પ્રાપ્ત થયેલ છે. ત્યારે ૨૪ ની મંજુરી અને ૪૮ બંગલા બનાવી દેનારા બિલ્ડર સામે ગુડાએ કોઇ કાર્યવાહી જ કરી હોવાનું પણ લોકમુંખે ચર્ચાઇ રહ્યું છે. ત્યારે આંધળીડીયો વહીવટ હોય તેમ ગુજાની ગબ્બર જેટલી જમીનો માં અનેક બબ્બરો કરોડોના સોદા કરીને ચેક ન આપીને વેપલો કરી ગયા છે. ત્યારે દ્વારા ગાંધીનગરના અંબાપુર ગામ પાસે ૨૪ લકઝુરીયસ બંગલાની સ્કીમ માટે ગુડા પાસેથી પ્લાન પાસ કરાવ્યો હતો. મનપા પાસેથી ૨૪ બંગલાનો જ પ્લાન હોવા છતાં બિલ્ડરે તે જગ્યા પર ૪૮ બંગલા બનાવી દીધા છે અને તેનાથી પણ મોટી વાત તો એ છે કે આ ૪૮ બંગલા શહેરીજનોને ઊંચા ભાવે વેચી પણ દેવામાં આવ્યા છે. જાે કે આ વાતથી હજુ પણ ગુડા અજાણ છે. આ સ્કીમ બનાવવા માટે બિલ્ડરે અંબાપુર ગામના ખેડૂતો પાસેથી ૬૮.૬૪૮ ચોરસ મીટર જમીન ખરીદી હતી. આ જમીન પર ૪૮ બંગલા બનાવી દેવામાં આવ્યા છે.
જેના દસ્તાવેજની ચકાસણી કરતા ધ્યાને આવ્યું કે ૪૮ માંથી ૩૮ બંગલા ૬૬,૧૪૩.૯૯ ચોરસ મીટર જમીન પર બાંધવામાં આવ્યા છે બાકીના ૧૦ બંગલા ગેરકાયદેસર જમીન પર બાંધી દેવામાં આવ્યા છે. આ સાથે જ બિલ્ડર દ્વારા જે સર્વે નંબરની જમીનો પર શ્રી બાલાજી ગ્રીન વેલી સ્કીમ બનાવી છે તે તમામ સર્વે નંબર રિક્રિએશન ઝોનમાં આવે છે જેમાં પણ આ પ્રકારનું બાંધકામ ન થઈ શકે તેવો દાવો જાગૃત નાગરિક તેજસ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે.
એક જાગૃત નાગરિક તેજસ પટેલ દ્વારા બિલ્ડર આશિષ શાહને ૩ વર્ષ પહેલાં તેની બિલ્ડીંગની સ્કીમ માટે ૬૪ લાખ રૂપિયાનો હાર્ડવેરનો સામન આપવામાં આવ્યો હતો જેની ચુકવણી બિલ્ડરે નહોતી કરી અને તેજસ પટેલને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારથી તેજસ પટેલ દ્વારા બિલ્ડરના એક પછી એક કૌભાંડો સામે લાવવામાં આવી રહ્યા છે. શ્રી બાલાજી ગ્રીન વેલીમાં થયેલ કૌભાંડ અને ગુડાની ઢીલી નીતિને લઈને આગામી દિવસોમાં તેજસ પટેલ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવશે.