ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓના બ્યુગલો વાગી રહ્યા છે, ત્યારે અનેક વાડાઓ સમાજના પોતાની રીતે શક્તિ પ્રદર્શન કરીને ટિકિટ મેળવવા પ્રયત્નો ચાલી રહ્યા છે. ત્યારે હમણાં જ અલ્પેશ ઠાકોરે પગપાળા સાથે યાત્રા કાઢેલ સૌરભ પટેલે બોટાદમાં ક્રિકેટ મેચ રમાડીને શક્તિ પ્રદર્શન કર્યું ત્યારે હવે કોળી સમાજ પણ મેદાને આવ્યો છે ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જ્ઞાતિની ‘શક્તિ’ પ્રમાણે સરકારમાં નેતૃત્વ મળે તેવા ટ્રેન્ડે જાેર પકડ્યું છે અને કદાચ આ જ ટ્રેન્ડને કારણે આખેઆખી સરકારમાં નેતૃત્વ પરિવર્તન પણ આવ્યું હોવાની અટકળો વહેતી થઈ રહી છે બરાબર તેવા ટાંકણે જ રાજકોટમાં કોળી સમાજના મળેલા વિશાળ સંમેલનમાં ભાજપના જ બે નેતાઓ દ્વારા ‘બગાવત’ના સૂર બોલવામાં આવ્યા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.શહેરના રણછોડદાસજી આશ્રમ ખાતે મળેલા આ સંમેલનમાં ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી અને જસદણ બેઠકના ધારાસભ્ય તેમજ સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ ખાસ ઉપસ્થિત રહીને સમાજ સાથે થઈ રહેલા અન્યાય ઉપર પ્રકાશ પાડ્યો હતો.
આ અંગે પૂર્વ સાંસદ દેવજી ફતેપરાએ જણાવ્યું કે કોઈ સમાજ એક નિવેદન આપે એટલે ત્યાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચા પીવા દોડી જાય છે ત્યારે આ નેતાઓએ યાદ રાખવું જાેઈએ કે ગુજરાતમાં ચુંવાળિયા અને તળપદા કોળીની વસતી ઓછી નથી. અમે ભાજપ સાથે વરાયેલા છીએ એટલા માટે જ અત્યાર સુધી શાંતિ જાળવીને બેઠા હતા પરંતુ અમારી સતત અવગણના થઈ રહી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અમને પણ મોટુ સંમેલન બોલાવીને શક્તિ પ્રદર્શન કરતાં આવડે છે અને બન્ને પક્ષને બરાબર ખબર છે કે દેવજી ફતેપરા અને કુંવરજી બાવળિયાની તાકાત શું છે !
જાે કે અત્યારે કોરોનાની સ્થિતિને જાેતાં એક સ્થળે વધુ સંખ્યામાં લોકો એકઠા થાય તે વ્યાજબી ન હોવાથી હવે અમે આગામી સમયમાં રાજ્યની એવી વિધાનસભા બેઠકો કે જ્યાં કોળી સમાજની વસતી વધુ છે ત્યાં જઈને આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરશું. અત્યારે અમારી સાથે અન્યાય થઈ રહ્યાનું સ્પષ્ટ લાગી રહ્યું છે એટલા માટે જાે આ મુદ્દે તાકિદે સમાધાન નહીં આવે તો અમારે આકરાં ર્નિણયો પણ લેવા પડશે તેમ પણ ફતેપરા-બાવળિયાએ જણાવ્યું હતું. બન્ને નેતાઓએ કહ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે અમે આ મુદ્દે બેઠક કરી નથી પરંતુ ભવિષ્યમાં અમે આ મુદ્દે બેઠક કરશું. અત્યારે મળેલું સંમેલન બિનરાજકીય હોવાનું પણ બન્ને નેતાઓએ જણાવ્યું હતું.
સંમેલન બિનરાજકીય હોવાનું જણાવ્યું હતું, ત્યારે પૂર્વ મંત્રી એવા પુરુષોત્તમ સોલંકી હાલ સાઇલેન્ટ છે. ત્યારે આજે પણ પ્રજાના દિલમાં રાજ કરે છે, ભાઈ એક હાકોટો કાઢે તો રેલી નહીં પણ રહેલો કાઢે તેવા છે, ત્યારે કોળી સમાજના આજે પણ મજબૂત પ્રભુત્વ ધરાવતાં પુરષોત્તમ સોલંકીની ગમે તેવા મોટા નામચીન નેતા ની સામે ઊભા રહેવા રાખે તો જીતી જાય, ત્યારે સિંહ શાંત છે, પણ ભાઈ હુકમ કરે એટલે શક્તિ પ્રદર્શન કરવા લાખો જન મેદાની હાજરી થઈ જાય, હવે આવનારા દિવસોમાં ભાઈનું શક્તિપ્રદર્શન બાકી છે, બાકી અલ્પેશજી ની પદયાત્રા, સૌરભ પટેલનું ક્રિકેટની મેદનીથી લઈને તમામ મેદનીને આટી જાય એવા ભાઈને હુમીકરો એટલે ભાઈ ના હુકમ બાદ રેલી નહીં પણ રેલો નીકાળે તેવા છે.