ગુજરાતમાં ૨૦૨૧નું વર્ષ જે ગયું તે કોરોનાની મહામારીમાં અનેક લોકોએ સ્વજનોથી લઇને મિત્રો ગુમાવ્યા છે. ત્યારે ય્ત્ન-૧૮ સિવિલમાં ફરજ બજાવતાં જે સાફ-સફાઇથી લઇને સ્વચ્છતા અભિયાન જે ભારતના વડાપ્રધાન નરેન્દ્રમોદીનું સપનું છે, તે શાકાર કરવા વર્ષોથી આ લોકો મહેનત કરી રહ્યા છે. ટેક્સ ભરવાવાળા કચરો, ગંદકી પડીકા ફેંકે અને આ લોકો વર્ષોથી સાફ-સફાઇ કરે, ત્યારે જાેવા જઇએ તો કામ વધારે, વેતન ઓછું, બિમારી, રોગોનું મુખ્ય એપી સેન્ટર હોવા છતાં રામ રાખે તેને કોણ ચાખે, આવા અનેક નહીં પણ લાખો કર્મચારીઓએ કોરોનાની મહામારીમાં જીવ ખોયો હશે, ત્યારે સફાઇ અભિયાનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પણ કહેતા, કે પોતાનું કામ કરવામાં ક્યારેય નાનમ રાખવી નહીં, પણ સમજે કોણ? ત્યારે ય્ત્ન-૧૮ સિવિલના કર્મી એવા દાદાને સલામ…
આજે નજીવા પગારે કામ કરતાં અને મોંઘવારીમાં પગાર વધારાની માંગણી હોય તો તગેડી મૂકવાના, શં આ યોગ્ય છે? કોરોનાની મહામારીમાં કોરોના વોરીયર્સનું સર્ટીફીકેટ લઇને ફરતાં આ સર્ટીફીકેટની વેલ્યુ કેટલી? ગટરની સાફ-સફાઇથી લઇને સૌચાલયની સાફ-સફાઇ કરતાં આ તમામ કર્મીઓને વર્ષે દહાડે યાદ કરીને તેમના જન્મદિને અથવા આપણો જન્મ દિન તેમની સાથે ઉજવીએ તો જપ્પી કી પપ્પી થઇ જાય કે નહીં, ત્યારે લોકનો પણ સ્વચ્છતા સંદર્ભે મહત્વનો ફાળો રહ્યો છે.