ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે અમદાવાદની સાયન્સ સિટી ખાતેICAI-2022 બે દિવસીય એક્ઝિબિશનનો શુભારંભ કરાવ્યો હતો.આ પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી, મંત્રી ડો. કુબેરભાઇ ડિંડોર, મંત્રી કિરિટસિંહ વાધેલા, મંત્રી બ્રિજેશકુમાર મેરજા, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્રસચિવ એસ.જે.હૈદર તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ એક્ઝિબિશનમાં ગુજરાત યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી, ચરોતર યુનિવર્સિટી, એમ.એસ યુનિવર્સિટી, નિરમા યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સ્ટિક સાયન્સ યુનિવર્સિટી, આઇ.આઇ.ટી.ગાંધીનગર, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સેપ્ટ, જીટીયુ, મારવાડી યુનિવર્સિટી, ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટી, ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી, પી.આર.એલ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિત ૫૪ જેટલી યુનિવર્સિટી-સંસ્થાઓના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
ઉચ્ચ શિક્ષણના પ્રકાશનો પ્રકાશિત કરતી સંસ્થા ગુજરાત યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ તેમજ એન.સી.આર.ટી ઉપરાંત ગુજરાત મેરિટાઇમ યુનિવર્સિટી, સ્પેસ એપ્લિકેશન સેન્ટર-ઇસરો, આઇ-હબના પણ સ્ટોલ અહીં પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી મંડળ ના સભ્યો ની ઉપસ્થિતિમાં સાયન્સ સીટી ખાતે આયોજિત ઈન્ટરનેશનલ કોન્ફરન્સ ઓફ એકેડેમીક ઈન્સ્ટીટ્યુસન્સ ના ઉદઘાટન પ્રસંગે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી નું અનાવરણ કર્યું છે.
સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૭ થી પાંચ વર્ષ માટે અમલમાં મૂકવામાં આવી હતી .આ પોલીસી નો સમયગાળો તા. ૧૦-૦૧-૨૦૨૨ના રોજ પૂર્ણ થાય છે, જેથી હવે આ નવી સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ એન્ડ ઈનોવેશન પોલીસી (જીજીૈંઁ ૨.૦)ને વધુ પાંચ વર્ષ માટે એટલે કે જાન્યુઆરી, ૨૦૨૨ થી માર્ચ, ૨૦૨૭ સુધી અમલમાં મુકવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાષ્ટ્રમાં સ્ટાર્ટઅપ પર્ફોર્મન્સ રેન્કિંગમાં ગુજરાત નંબર ૧ પર છે.