ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સ્વચ્છતા અભિયાન પર એટલું ભાર આપી રહ્યાં છે અને પોતે પણ સાફ સફાઈથી લઈને દરિયા પાસે ગમે ત્યાં પ્લાસ્ટક ફેંકેલા ઉઠાવીને પ્રજાને ગંદકી, સ્વચ્છતા અને પ્લાસ્ટકથી થતાં નુકસાનના સંદેશાઓ આપી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રી પણ તેમના મોટાભાગના વક્તવ્યોમાં સ્વચ્છતા, પ્લાસ્ટક ઝુંબેશ ને પ્રથમ પ્રાધાન્ય આપીને પ્રજા સુધી સંદેશો પહોંચાડવા પ્રયત્નો કરવા છતાં આજ હમ નહીં સુધરેંગે જેવો ઘાટ સર્જાયો છે અને ખાસ વાત એવી છે કે તેમાં વ્યસનકારીઓએ મુખ્યમંત્રી, ડેપ્યુટી મુખ્યમંત્રી તથા કેબિનેટ મંત્રીઓ જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ ને ટાર્ગેટ બનાવ્યા છે. ત્યારે સ્વચ્છતાના પાઠ ભણાવતી સરકાર સામે વ્યસનકારીઓએ શિંગડા ભેરવ્યા ગોય તેવો ઘાટ સર્જાયો છે. ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાં તમામ હુકમો, આદેશો, ઠરાવો અહીંયાથી પ્રસિધ્ધ થતાં હોવા છતાં અનેયાસે સ્વચ્છતાનું બ્યુગલ આ પાટનગરમાંથી ફૂક્યું હોવા છતાં પાટનગરમાં જે મુખ્યમંત્રી બેસે છે તેને પણ પાન મસાલા, ગુટખા એવા વ્યસનીકારોએ આ ઓફિસોને પણ છોડી નથી ત્યારે ગંદકીથી પ્રજા ત્રસ્ત થઈ છે સરકાર, સ્વચ્છતા અભિયાનમાં વ્યસ્ત છે. ત્યારે વ્યસનીઓ પાન મસાલાની પીચકારીઓ મારવામાં મસ્ત છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. મુખ્યમંત્રીથી લઈને ડેપ્યુટી મુખ્યમંત્રી તેમના વક્તવ્યમાં સાફ સફાઈ એવા સ્વચ્છતા અભિયાનને ભાટ આપી રહ્યાં છે ત્યારે આવા તત્વો દ્વારા ખુલ્લેઆમ સ્વર્ણિમ સંકુલ ૧ ૨ માં પાન મસાલા, ગુટખા મારેલી પીચકારીઓથી આવન જાવન અને બહારથી આવતા અરજદારો પણ કહે છે કે પહેલા સ્વચ્છતા અભિયાન અહીંયાથી શરુ કરવાની જરૂર છે પછી પ્રજા પાસે આશા રાખવાની જરૂર છે હા મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીને આવવા જવાનો રસ્તો અલગ હોવાથી આ ગંદકીની તથા પાન મસાલાની પીચકારીઓની ખબર ન હોય પણ કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ રોજબરોજ આ રસ્તેથી જાય છે. તે પણ તેમનું ધ્યાન નથી જેથી હવે મુખ્યમંત્રી વ્યસનીઓ માટે સંકુલ ૧ અને ૨ માં એન્ટ્રી નહીં આપવા જણાવવુ જાઈએ. આજે ગુજરાતની તમામ દવાખાના, હોસ્પટલોમાં પાન મસાલા, ગુટખા જેવી વ્યસનકારી વસ્તુઓમાં ખિસ્સા સુધીની ચકાસણી કરવામાં આવે છે ત્યારે આ ચકાસણી કરવાની જરૂર છે હમ નહીં સુધરેંગે જેવો ઘાટ હોય તે મોથું કરનાર આ તત્વો સામે કડક હાથે બાંયો ચઢાવીને મોટા દંડની જાગવાઈ પણ કરવાની જરૂર છે. જા વ્યસનીઓ પાન મસાલા, ગુટખા, સ્વર્ણિમ સંકુલ-૧ માં ગંદકી કરતાં હોય તો સ્વર્ણિમ સંકુલ ૧ ૨૨ વધુ સુરક્ષિત જણાય.