ધોળકા વિધાનસભા ચૂંટણી વિવાદના મામલે મહત્વના સમાચાર આવ્યા છે. જેમાં રિટર્નિંગ ઓફિસર ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચ્યુ છે. હાઇકોર્ટે ગત સુનાવણીમાં ધવલ જાનીના પ્રમોશનને લઈને કડક વલણ દાખવતા કરી ટિપ્પણી કરી હતી. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની hc માં થયેલ રજૂઆત અનુસાર ધવલ જાની વિરુદ્ધ પગલાં લેવા કહ્યું હતું અને તેના બદલે તેને પ્રમોશન અપાયું હતું. જેથી હાઇકોર્ટની ટિપ્પણી બાદ સરકાર હરકતમાં આવી અને ધવલ જાનીનું પ્રમોશન પાછું ખેંચવામાં આવ્યું છે. નોંધનીય છેકે ભુપેન્દ્રસિંહ ચુડાસમાની જીતને પડકારતી પિટિશન પર સુનાવણીમાં અરજદાર અશ્વિન રાઠોડના વકીલે ધવલ જાનીના પ્રમોશન સસ્પેનશનનો રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ ધવલ જાનીનું પ્રમોશન સરકારે પાછું ખેંચી લીધુ છે.