વાઇબ્રન્ટ ગુજરાતની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતમાં રોકાણ વધે તે માટે કેન્દ્રની મોદી સરકાર, અને ગુજરાતની ભોપાભાઇ ની સરકાર રોકાણકારોને આકર્ષવા ભારે મહેનત કરી રહી છે. ત્યારે કોરોના નામનો પ્રકોપ વધી રહ્યો છે. ત્યારે વાઇબ્રન્ટ ની તડામાર તૈયારીમાં આવા અનેક મજૂરો હશે, જે આજે મહેનત કરી રહ્યા છે, તે રોકાણકારોને આકર્ષવા સખત તત્પર બની છે. પણ આની પાછળ એક દારૂણી ગરીબી દેખાય રહી છે. મા પોતે કલર કામ કરી રહી છે. બાળક ત્યાં બેઠું વિચારતું હશે કે મદદ કરું, ભણવાની ઉંમર તો નથી, પણ ભણવા મળશે ખરું ? ત્યારે રોડ, રસ્તા પરથી લાખો, કરોડોની કિંમતની રેન્જ રોવર ગાડી જતી હશે પણ તેમના માટે લોઅર છે, કારણકે, રેન્જ રોવર માં બેસનારા ખુશી મહેસુસ નથી કરતા તે મજૂરો ગાડી જાેઈને ખુશી મહેસૂસ કરે છે. ત્યારે તસવીરમાં સ્કૂલ ડ્રેસ માં એક વિદ્યાર્થીની કામ કરી રહી છે, મોંઘવારીનો માર અને મોંઘવારીએ બધાની કમર તોડી નાખી છે. સૌ કામ કરે તો બે ટાઈમ નો રોટલો ખવાય, બે ટંકનું ભોજન માટે આટલી બધી વેઠ, અને આપણે છીએ, કે જમવામાં મીઠું ઓછું હોય, ગળપણ ઓછું હોય તો જમવાની થાળી ને ઠોકર મારી દઈએ છે. ત્યારે ભોજનની કિંમત આ લોકો ને પૂછો ? નાનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે, પણ શું આ ભવિષ્ય ? સરકાર વિદેશી ભુરીયા ઓને આકર્ષવા જે ય્ત્ન-૧૮ ને સ્વાગતમ એવા રોડ, રસ્તા ચકાચક બનાવી રહી છે. તેમાના મજૂરોની જે મહેનત છે, તેમાં તેમની પણ સેવાનો કિસ્સો છે. ત્યારે તસવીરમાં એક દીકરી ડ્રેસ કોડ સ્કૂલ નો પહેરીને કામ કરી રહી છે. ત્યારે આ દારુણ ગરીબી નો ચિતાર આ ચિત્ર જાેઈને ઘણું જ બધું કઈ જાય છે.