ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક કૌભાંડના પગલે નીત-નવા કૌભાંડમાં એક વધુ ઊર્જા વિભાગની ઓનલાઇન ભરતી માં કૌભાંડ નો નવો અધ્યાય બીપી શરૂ થવા પામ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઊર્જા વિભાગની ૫ વિભાગીય વીજ કંપનીઓમાં છેલ્લા ત્રણ વર્ષમાં જુનિયર ઈજનેર ની કેટલીક ભરતીમાં ઓનલાઇન કુંભાર થયું હોવાનું ગંભીર આક્ષેપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા એ કર્યો છે. તેમાં જણાવેલ છે કે જેટકો ની જુનિયર એન્જિનિયર ની ભરતી માટે ની લેવાયેલી રહેલી ઓનલાઇન પરીક્ષા માં બાયડના ચોયલા ગામના ૧૮ ઉમેદવારોને ફૂલ માર્ક્સ સાથે પાસ કરીને નિમણૂક આપી છે તેઓના દ્વારા કરાયેલ વધુમાં જણાવેલ છે. આ નવી એમ ઓમાં ઉર્જા વિભાગ વતી ઓનલાઇન પરીક્ષા લેતી એન એસ ઇ આઈ ટી નામની કંપની જાેડે વચેટિયાઓ સેટિંગ કરતા હતાં જેની પાસેથી ટોકન એક કે બે લાખ આવી જાય તે ઉમેદવારનું નામ આપીને તેમના કોમ્પ્યુટર પરીક્ષા વખતે આઈ.પી. એડ્રેસ થી હેક કરીને સેન્ટ્રલ કંટ્રોલ રૂમમાંથી જ સાચા જવાબ લખાવી દેવાતા હતા ઉમેદવાર ફક્ત પરીક્ષા આપવાનું નાટક જ કરવાનું રહેતું હતું જેમાં એક જ ગામના ૧૮ ઉમેદવારોને પૂરા માર્ક મળતા હતા જેમાં કેટલાક ની અગાઉ એટીકેટી આવેલી હતી કે થયેલ પણ થયેલા હતા.
આમ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહના આક્ષેપો બાદ અરવલ્લી જિલ્લા પોલીસ વડા એ તપાસના આદેશ આપ્યા બાદ ત્રણ ટીમો દ્વારા તપાસ હાથ ધરાઇ છે જેમાં તપાસના પ્રારંભ માં જ ધનસુરામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં જીતપુર ગામના અરવિંદ પટેલની પોલીસે અટકાયત કરી લીધી છે. જ્યારે એક પ્રાંતિજ ખાતે આવેલ સી.કે.પટેલ કેમ્પમા ગ્લોબલ ઇન્સ્ટિરપુરા દ્વારા લેવામાં આવી રહેલી જેટકો ની પરીક્ષાનું પેપર આપવા આવેલા પરીક્ષાર્થીની કાર નંબર સાથે નામ જાહેર કરતા પોલીસે વિદ્યાર્થીને પૂછપરછ માટે લઈ આવી હતી જ્યારે ઊર્જા વિભાગના ભરતી કૌભાંડમાં ભાજપના નેતાનું નામ ખુલતા હડકંપ મચી જવા પામ્યો હતો.
નોંધનીય છે કે વિદ્યાર્થી આગેવાન યુવરાજસિંહ દ્વારા મંગળવારે ગાંધીનગરમાં પ્રેસ કોન્ફરન્સ કરીને ગંભીર આક્ષેપ એવો કરતાં જણાવ્યું છે કે ઊર્જા વિભાગ દ્વારા જે ભરતી કરવામાં આવી છે તેમાં યુ.જી.વી.સી.એલ.એમ કુલ પાંચ વિભાગમાં ગેરરીતિ થઈ છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં ઉર્જા વિભાગ માં ૧૪ લાખથી ૨૧ લાખ ચૂકવી ને મીટર રીડર, ક્લાર્ક, ટેકનિકલ વિભાગ સહિતના વિભાગોમાં મોટી સંખ્યામાં યુવકો અને યુવતીઓ ઘુસી ગયેલા ની પણ તરસ્થતાથી તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.