યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં આ પાંચ રાજ્યોમાં ૧૦, ૧૪, ૨૦,૨૩,૨૭ મી ફેબ્રુઆરી ,૩ અને ૭ માર્ચ એમ સાત તબક્કામાં ચૂંટણી : ૧૦ મી માર્ચે પરિણામ જાહેર થશે
દિલ્હી
યુપી, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે.રાજધાની નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ કુમાર ચંદ્રાએ જણાવ્યું કે 5 રાજ્યોમાં ૧૦, ૧૪, ૨૦,૨૩,૨૭ મી ફેબ્રુઆરી ,૩ અને ૭ માર્ચ એમ સાત તબક્કામાં ચૂંટણી યોજાશે ૧૦ મી માર્ચે પરિણામ જાહેર થશે .તેમણે કહ્યું કે યુપીમાં 10 ફેબ્રુઆરીએ પહેલા તબક્કાનું મતદાન શરુ થશે, 14 ફેબ્રુઆરીએ બીજા તબક્કાનું મતદાન થશે.આ તબક્કે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા ચંદ્રાએ કહ્યું કે કોરોના કાળમાં ચૂંટણી કરાવવી પડકારજનક છે. તેમણે કહ્યું કે કોરોનાના ગાઈડલાઈન પ્રમાણે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ જણાવ્યું કે દેશમાં 5 રાજ્યોની 690 વિધાનસભામાં ચૂંટણી કરાવવામાં આવશે. 18.34 કરોડ મતદાતાઓ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. તેમણે કહ્યું કે કોરોનાની વચ્ચે ચૂંટણી કરાવવા માટે નવા પ્રોટોકોલ લાગુ પાડવામાં આવશે.મુખ્ય ચૂંટણી કમિશનરે જણાવ્યું કે તમામ નેતાઓને વર્ચ્યુઅલી પ્રચાર કરવા માટેની સલાહ, કોઈ પણ પ્રકારનાં રોડ-શો અને પદયાત્રાને મંજૂરી નહીં અપાય. તેમણે કહ્યું કે 15મી જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારની રાજકીય રેલીને મંજૂરી નહીં મળે.
….
મુખ્ય ચૂંટણી કમિશનરના ભાષણની મહત્વની બાબતો
* કોરોના નિયમોની સાથે ચૂંટણી કરાવાશે
* પોલિંગ બૂથ પર માસ્ક, સેનિટાઈઝર વગેરે આપવામાં આવશે.
* થર્મલ સ્કેનિંગની પણ વ્યવસ્થા કરાઈ છે.
* 16 ટકા પોલિગ બૂથ વધારાયા
* 2.15 લાખથી વધારે પોલિંગ સ્ટેશન બનાવાયા છે
* એક પોલિંગ સ્ટેશન પર વધારેમાં વધારે મતદાતોની સંખ્યા 1500 કરાઈ છે.
* 80 વર્ષથી વધુ ઉંમરના લોકો, દિવ્યાંગો અને કોરોના પોઝિટીવ લોકોને ઘેરબેઠા વોટિંગની સુવિધા મળશે
* કોવિડ પોઝિટીવ લોકો માટે બેલેટ વોટિંગની સુવિધા
રાજકીય દળો માટે ગાઈડલાઈન્સ
(1) તમામ કાર્યક્રમોની વીડિયોગ્રાફી કરાવાશે.
(2) રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોના ગુનાહિત રેકોર્ડની જાહેરાત કરવામાં આવશે.
(3) ઉમેદવારે પોતાનો ગુનાહિત ઈતિહાસ દેખાડવો પડશે.
(4) ઉમેદવારો યુપી, પંજાબ અને ઉત્તરાખંડમાં 40 લાખ રુપિયનો ખર્ચ કરી શકશે
(5) મણિપુર અને ગોવામાં આ ખર્ચની સીમા 28 લાખ રુપિયા હશે.