અમદાવાદ
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મહત્વનું છે કે, ચૂંટણીના વર્ષમાં રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓનો બેઠકોનો દૌર વધ્યો છે.ત્યારે ગુજરાતમાં પણ મહાગઠબંધન માટે કોંગ્રેસની કવાયત તેજ કરી છે.ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે NCPના પ્રમુખ સાથે તાજેતરમાં ગઈકાલે બેઠક કરી હતી.મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધનના સંકેત જોવા મળી રહ્યાં છે. આ અંગે NCP પ્રદેશ પ્રમુખ જયંત બોસ્કીએ ગઠબંધનના આપ્યા સંકેત આપ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે અમદાવાદ ખાતે જગદીશ ઠાકોર અને જયંત બોસ્કી વચ્ચે બેઠક યોજાઈ હતી.બાદમાં એનસીપીના નેતા જયંત બોસ્કીએ નિવેદન આપ્યું હતું કે, વર્ષ 2022માં કોગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનવાશે. તેમણે વધુમાં ઉમેર્યુ હતું કે, વર્ષ 2012માં પણ કોંગ્રેસ-NCP ગઠબંધનમાં ચૂંટણી લડ્યા હતાં. મહત્વનું છે કે, વર્ષ 2017માં કોંગ્રેસ-NCPનું તૂટ્યું ગઠબંધન હતું. હાલ ગુજરાતમાં NCP પાસે એક માત્ર MLA કાંધલ જાડેજાની સીટ છે .