આજ થી શરૂ થયેલી ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડને બાંગ્લાદેશની ટીમે એક બોલમાં 7 રન આપ્યા હતા.!
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે આજે રવિવારથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઈ ગઈ છે .બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની 26મી ઓવર દરમિયાન એક બોલમાં 7 રન બનાવ્યા હતા. વાસ્તવમાં આ ઓવર ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને નાખી રહ્યો હતો અને ઓવરના છેલ્લા બોલ પર વિલ યંગે શોટ માર્યો, બોલ બીજી સ્લિપમાં પહોંચ્યો, પરંતુ ફિલ્ડરે કેચ છોડ્યો.
ફિલ્ડરે કેચ ડ્રોપ કર્યા બાદ બોલ ઝડપથી થર્ડ મેનની દિશામાં જવા લાગ્યો, આ દરમિયાન વિલ યંગ અને ટોમ લાથમ ત્રણ રન પૂરા કરવા દોડ્યા. બોલ બાઉન્ડરીલાઇનને સ્પર્શે એ પહેલા તસ્કીન અહેમદે બાઉન્ડરી ન થવા દીધી અને બોલ વિકેટકીપર તરફ ફેંકી દીધો. વિકેટકીપર નુરુલ હસને પણ બોલને બીજા છેડે ફેંક્યો, પરંતુ બોલર અને ફિલ્ડરને ચખમો આપી બોલ ફરી બાઉન્ડરી પર જતો રહ્યો. આ રીતે એક બોલ પર પહેલા વિલ યંગનો સરળ કેચ છુટ્યો, પછી ઓવર થ્રોને કારણે તેમને મફતમાં ચાર રન મળ્યા. પ્રથમ મેચમાં હાર બાદ ન્યૂઝીલેન્ડ માટે બીજી ટેસ્ટ કરો યા મરોથી ઓછી નથી. જો કિવી ટીમ આ મેચ હારે છે અથવા ડ્રો કરે છે, તો BAN ટેસ્ટ શ્રેણી પર કબજો કરશે.એટલે કે ન્યૂઝીલેન્ડે આ ટેસ્ટ મેચ ફરજિયાત જીતવી પડે.