એ….બા… આટલો મોટો ભાર… લઈને… કોના માટે… માઁ એ માઁ , બીજા બધા વગડાના વા, ત્યારે તસ્વીરમાં દેખાતા માઁડી માથે પ્લાસ્ટિક, કોથળી, કચરો, કાગળ ભેગો કરીને પોટલો માથે લઈને રોડ ક્રોસ કરી છે.આવતી જતી લાખો કરોડો રૂપિયા ની ગાડી ને જાેઈને માડી ખુશ થાય, પણ માઁડી ને જાેઈને લોકો વિચાર કરે, આટલું બધું વજન, ત્યારે પેટનો ખાડો પુરવા ભાઈ કંઈક તો કરવું પડે ને, બાકી બા ઘડપણમાં મંદિરના ઓટલે બેસીને ભજન કરો તેવું કહેતા લોકો હવે બંધ થઈ ગયા છે. મંદિરોમાં પણ ડોશીઓ ના મંજીરા,તાલી હવે વાગવાની ઓછી થઈ ગઈ છે. બાકી ૬૦ વિતાવીએ એટલે ગામડામાં બે ટાઈમ મંદિર જવાનું, ત્યારે શહેરમાં વાર, તહેવારે જવાય, ત્યારે આ તસવીર કરુણ ગરીબીની છે. પાપી પેટકા સવાલ હૈ, સબકા એક જેસા હાલ હૈ, તેમ આ પોટલુ ભંગારવાળા ને ત્યાં આપશે એટલે ૮૦ થી ૧૨૦ રૂપિયા ઉપજશે, ત્યારે બા દીકરાના દીકરી, દીકરીઓ માટે કંઈક ભાગ લઈને જશે, અને દોડતા બાળકોની કિલ્લોલ કરતાં આવશે, બા આવ્યા, શું લાવ્યા, બા મહેનત કરશે તો જ લાવશે, ક્યારે કારમી મોંઘવારીમાં કોઈનો બોજ ન બની ને જે બાળકો, અને ઘર માટે દૂધ શાક ના નીકળ્યા એટલે બસ, ત્યારે આવા લોકો નાનો સરખો વેપાર કરતાં હોય તો તેમની પાસેથી ખરીદી કરવાનો આગ્રહ રાખો, આ એક પુણ્ય જ છે. ત્યારે આખી જિંદગી મહેનત કરનારા બાને હવે તો આરામ આપો, પણ મોંઘવારી કારમી થી ક્યાંથી મળે આરામ, બે ટંકના રોટલા ખાવા હોય તો એક કમાઈ અને બધા ખાય, તે જમાનો ગયો ભાઈ હવે, સૌ કમાય તો પેટભર બે ટાઈમ ખવાય, તસવીરમાં બા પોટલું ઉચકીને જે જઈ રહ્યા છે, તેમણે આખી જિંદગી મહેનત અને મહેનત, ક્યારે વિસામો નહીં, બાકી ઘણી વાર વિચાર આપે છે, કે બે ટંકનું ભોજન માટે આટલી મહેનત, અને આપણે ઘણીવાર જમવાનું મીઠું ઓછું વધારે હોય તો થાળી ખસકાવી દઈએ છીએ, ત્યારે ભારતમાં બે ટક ની વાત તો દૂર રહી, એક ટંકનું ભોજન માટે લોકો ફાફા મારી રહ્યા છે, ત્યારે ઈશ્વરને યાદ કરીને કહો, કે જે આપ્યું છે, તેનો સંતોષ કરો, બાકી વાપરેલું, દીધેલું, દાન કરેલું જ પુણ્ય ના હિસાબમાં લખાશે, બાકી મંદિરોમાં પણ હવે ઘરડાઓ ઓછા દેખાઈ રહ્યા છે. બધા જ કામ ધંધે વળગી ગયા છે. ત્યારે જે લોકો પાસે કુદરતે પુષ્કળ આપ્યું છે, તે વાપરી શકતા નથી, ગામને બોધપાઠ આપવા નીકળી પડે છે. ત્યારે આ તસવીર કારમી મોંઘવારીમાં આવે સિનિયરોને પણ બે ટંકના ભોજન માટે મહેનત કરવી પડે છે…