અમદાવાદ
અમદાવાદમાં AMC વિપક્ષ નેતા માટે ઘણી ચર્ચાઓ ચાલી રહી હતી.અને આ મુદ્દે 10 કોર્પોરેટરોએ પ્રમુખને પક્ષમાંથી રાજીનામાં આપ્યાં છે તેની વચ્ચે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે આ પદની સત્તાવાર જાહેરાત કરી છે કે દાણીલીમડાનાં કોર્પોરેટર શહેઝાદ ખાન પઠાણ AMC વિપક્ષ નેતા , વિપક્ષના ઉપનેતા તરીકે નીરવ બક્ષી,વિપક્ષના દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે.શહેઝાદ ખાન પઠાણ ( Shahezad Khan Pathan) ત્રીજી વાર કોર્પોરેટર પદે ચૂંટાઇ આવ્યા હતા.AMC વિપક્ષ નેતા તરીકે અમદાવાદનાં ચાર નેતાઓનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં કોંગ્રેસનાં 24 કોર્પોરેટર છે. જેમાથી 10 કોર્પોરેટરે શહેઝાદ ખાન પઠાણનાં નામની ચર્ચા થયા બાદ બળવો કરી રાજીનામાં આપ્યા હતા, ત્યારબાદ હાઈકમાન્ડે તેમાંથી 4 કોર્પોરેટરને શિસ્તભંગની નોટિસ ફટકારી હતી. કોંગ્રેસ પક્ષની છબી ખરડાય તે પ્રકારે કરાયેલા વર્તનનાં કારણે નોટિસ વું આપવામાં આવી હતી. તેટલુ જ નહી આ કોર્પોરેટરને 7 દિવસમાં ખુલાસો કરવા નોટિસમાં જણાવવામાં આવ્યું છે.અમદાવાદ મહાનગર પાલિકા વિપક્ષ નેતા માટે સી. જે.ચાવડા અને નરેશ રાવલ દ્વારા એક નવી ફોર્મ્યુલા બનાવી હતી.જેમા દર વર્ષે વિપક્ષ નેતા બદલાશે. આમ ચાર વર્ષ માટે ચાર વિપક્ષ નેતા રહેશે. પહેલા એક વર્ષ માટે મુસ્લિમ , બીજા વર્ષ માટે દલિત , ત્રીજા વર્ષ માટે મુસ્લિમ અને ચોથા વર્ષ માટે ફરી એકવાર દલિત કાઉન્સિલરને વિપક્ષ નેતા બનાવામા આવશે.