અમદાવાદ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાના પદગ્રહણ સમારોહનું આયોજન આવતીકાલે બપોરે ૧ વાગે અમદાવાદ પાલડી રાજીવગાંધી ભવન ખાતે કરવામાં આવ્યું છે. જેમાં મુખ્ય મહેમાન યુવક કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ બી.વી. શ્રીનિવાસ, ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્મા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, વિધાનસભા કોંગ્રેસપક્ષના નેતા સુખરામ રાઠવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, અમિત ચાવડા અને પૂર્વ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણી, રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, સેવાદળના રાષ્ટ્રીય પ્રમુખ લાલજી દેસાઈ, કોંગ્રેસ સોશિયલ મીડીયાના પ્રમુખ રોહન ગુપ્તા, એ.આઈ.સી.સી.ના પૂર્વ મહામંત્રી દિપક બાબરીયા હાજર રહેશે.
સમારોહમાં ખાસ મહેમાનમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મુંબઈ યુવક કોંગ્રેસના પ્રમુખો હાજર રહેશે. છેલ્લા દસ વર્ષ સુધી યુવક કોંગ્રેસને મજબૂત કરનાર પૂર્વ પ્રમુખ મિહિર શાહ, ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, માનસિંહભાઈ ડોડીયા અને ગુલાબસિંહ રાજપુતનું સન્માન યુવક કોંગ્રેસની નવનિયુક્ત ટીમ કરશે.