શિયાળાની કડકડતી ઠંડીમાં રાત્રે રોડ રસ્તા સૂમસામ થઈ જાય છે ત્યારે કડકડતી ઠંડીમાં જે લોકો પાસે ઓઢવા અને ઠંડીની ઋતુમાં ગરમ ધાબળા ન હોય તે માટે વિશ્વ પ્રવાસી સંઘ દ્વારા ગરીબ બાળકો વૃદ્ધો ને ધાબળા આપવા રાત્રે આ ટીમ ફરે છે આપનારનું દેનારનું ક્યારેય ખૂટતું નથી ભૂખ્યાને ભોજન ઠંડીની ઋતુમાં માનવજીવન માટે માનવ રાત્રે નીકળે છે, ત્યારે વિશ્વ પ્રવાસી સંઘના સુપ્રિમો એવા અરુણ રાજપૂત પોતે અરુણ એક કરૂણતાની મૂર્તિ છે અરુણ એટલે કોઈનુ ઋણ બાકી ન રાખ્યું હોય અને હર હંમેશા આપતો જ રહે છે તેવી ભાવના, મનસૂબા થી ચાલતા અરૂણભાઇ, ત્યારે સાથે અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રથમ આંગળી ઉંચી કરનારા ઇલેવન ઠાકર નામ ઇલેવનમાં ભલે ૧૧ આવતા હોય પણ પ્રથમ ક્રમાંક નંબર વન સેવાકાર્યમાં છે એટલે ઇલે… ઇલે… વન રાજી… રાજી… ને ખુશ કરીને નંબર વન સાથે બે એક્કા એટલે ઇલેવન, બાકી નામ પ્રમાણે ગુણ મહિલા પ્રમુખ ભાવનાબેન પાઠક જે ગરીબો માટે હંમેશા ભાવનાત્મક દૃષ્ટિથી ધરાવતા અને જરૂરિયાત મંદો માટે આપવાની સેવાકીય પ્રવૃત્તિ ધરાવતા એવા ભાવનાબેન મહામંત્રી કેતન જાેશી કે-તન. કામ તન મન ધન અને દિલથી કરવું એટલે કે-તન, ત્યારે સાથે સહયોગમાં રસીલા બેન વસાવા, રીના સિંહ રાજપુત, અભિરાજ સિંહ રાજપૂત પણ આ સેવામાં જાેડાયા છે.
ભારત દેશમાં જે જનસંખ્યા છે તેમાં બે કરોડ રોજ ભૂખ્યો સૂવે છે ઠંડીની ઋતુમાં અનેક લોકો મૃત્યુને ભેટ્યા છે ત્યારે આવી સંસ્થાઓ જે તેમની વહારે આવી છે ત્યારે દેશમાં જાેવા જઈએ તો અત્યારે સૌથી વધારે રિચ એટલે કે (પૈસાપાત્ર ) બનવાની હોડ લાગી છે ફોર્બ્સ મેગેઝીનમાં હવે તેને સૌથી વધુ ધનવાન મારું નામ આવે આ રોડ પાછળ અનેક લોકો લાગેલા છે ત્યારે ભાઇ, સ્મશાનમાં જઈને આવો શું લઈ જવાના છો? કોણ શું લઇ ગયું? સિકંદર થી લઈ ધીરુભાઈ અંબાણી, ટાટા બિરલા કોઈ કશું લઈને ગયું નથી પૈસાપાત્ર બનવા અને ફોર્બ્સ મેગેઝિનના સપના જાેવા કરતાં આવી સેવા કરો ઉપરવાળાને ત્યાં કર્મનો સિદ્ધાંત અને કર્મનો એક જ ચોપડો હોય છે તે કોઈનું ચાલતું નથી કોરોનાની મહામારી એ અનેક લોકોને જીવતા શીખવાડી દીધું છે અનેક લોકોએ લાખોના ખર્ચા કર્યા છતાં જીવી શક્યા નહીં અને ઘણાં લોકોની તબિયત ખરાબ હોવા છતાં કોઈનું પુણ્ય આડે આવ્યું હોય તેમ જીવી ગયા આવી અનેક સંસ્થાઓ સેવા કરી રહી છે ત્યારે દર રવિવારે ખીચડી ગરીબોના પેટની આંતરડી ઠારવા સંસ્થાના સભ્યો નીકળે છે ભારત દેશમાં અનેક લોકો મુખ્ય સુવે છે ત્યારે જે આપણી પાસે મૂડી છે તેમાંથી ફક્ત એક ટકો પણ માનવી વાપરે તો ભારતમાં કોઇ ગરીબ ભૂખે સુવે ખરો? ઠંડીમાં ઠુઠવાઈ ખરો ? સમજાય તેને વંદન બાકી આપનાર દેનારને અભિનંદન ત્યારે આ સંસ્થા દ્વારા સંઘ ની ટીમ રાત્રે ફરે છે જાે કોઈની પાસે માહિતી હોય તો પ્રમુખ ઇલેવન ઠાકર મોબાઈલ નંબર ૯૯૭૮૪૦૭૦૧૬ તથા મહિલા પ્રમુખ ભાવનાબેન પાઠક મોબાઇલ નંબર ૯૪૦૮૪૮૧૦૨૬ ઉપર જાણ કરવા પણ યાદીમાં જણાવ્યું છે.