રાજ્યમાં ભ્રષ્ટાચારે ભારે માઝા મુકી છે. ક્યારે નવી ભરતીમાં આવેલા શોર્ટકટમાં પૈસા કમાવવા ATM બની ગયા છે. ક્યારે ટ્રાફિક પોલીસ ,રોડ રસ્તા પર વાહન ચાલકને ઉભો રાખીને પહોંચ પાડે તો મોટાભાગનાને પૈસા લેતો જ નજરમાં આવે છે. ત્યારે ટ્રાફીક ચલણ આપીને પૈસા પણ જે લખેલા હોય છે, તે જમા કરાવે છે. ત્યારે સરકારી કચેરીઓ, મહાનગરપાલિકાઓ નો ભ્રષ્ટાચાર ભુક્કા કાઢી નાખે તેવો છે. પણ તેરી ભી ચૂપ, મેરી ભી ચુપ જેવો ઘાટ સર્જાયો છે ત્યારે હમણાં જ ૧ મહિના અગાઉ GJ-18 મનપા કમિશનર પોતે રૂબરૂ વિઝીટ માં નીકળ્યા હતા. ત્યારે કચરો ભેગો કરતી કંપની જે કચરો લઈ જાય છે તેમાં જે કચરા નો વજન થાય તે પ્રમાણે બિલ મૂકવામાં આવે છે ત્યારે કચરા નું વજન, અને બીલ માં જે OK કરે, તે સેનેટરી ઇન્સ્પેકટર તથા સબ સેનેટરી ઇન્સ્પેક્ટર ખોટા બિલો અને વજન પાસ કરતાં હોવાનું તારણ મળતાં કમિશનર ધવલ પટેલે સસ્પેન્ડ કરી દેતા મનપામાં સોપો પડી ગયો હતો ત્યારે એક મહિના બાદ હવે ચાર સસ્પેન્ડ કરાયેલા કર્મીઓને પાછા લેવામાં આવ્યા હોવાની પુષ્ટી થતાં ચર્ચાનો વિષય બન્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર GJ-18 મનપાના સસ્પેન્ડ કરાયેલા કર્મચારી પૈકી બે સેનેટરી ઇસ્પેક્ટર રાજન રાણા તેજસ ઠાકર દ્વારા તેમને જે પૈકી વોર્ડમાં ઇન્ચાર્જ કામ કરે છે તેમાં કચરા નું વજન જે પ્રમાણપત્ર આવતું હોય તે કંપની સાથે સેટિંગડોટ કોમ હોવાનું બહાર આવ્યું હતું ત્યારે તેમની સાથે બીજા સબ ઇન્સ્પેક્ટર હિતેશ ગોહિલ તુષાર ભેંસદડીયા પણ આ કાંડમાં સપડાતા કમિશનરે નોટિસ આપી ને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે આજ ગુંજ સચિવાલય સુધી સંભળાઇ હતી ત્યારે રાજકીય દબાણો પૈકી આ ચારે ને ફરી નોકરીમાં લીધા હોવાનું ચર્ચામાં જાણવા મળ્યું છે. એક મહિના પહેલા કરાયેલા સસ્પેન્ડ કર્મીઓને ફરી લાલ જાજમ પાથરી હોય તેમ મનપા દ્વારા ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ હોય તેમ ફરી નોકરી ની કંકોત્રી મળી ગઈ હોય અને નોકરીમાં ફરી ચડી ગયા હોવાનું સૂત્ર દ્વારા જાણવા મળેલ છે.