પાટનગરની કોર્ટનાં કમ્પાઉન્ડમાં બેસતા વકીલોને કોરોનાનાં કપરા કાળમાં અન્ય લોકોની જેમ પોતાની રોજગારી ચાલુ રહે તે માટે કોર્ટ કમ્પાઉન્ડમાં જે તે ટેબલ ઉપર બેસીને કામ કરવા દેવા માટે રજુઆત કરવામાં આવી હતી. વકીલો દ્વારા ગુરૂવારે આપવામાં આવેલા એક આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સબ રજીસ્ટ્રાર કચેરી સહિત સરકારી, અર્ધસરકારી કચેરીઓ અને અન્ય સંસ્થાઓ પણ ચાલુ રાખવામાં આવેલી છે એ જ રીતે, વકીલોને પોતાનાં ટેબલ ઉપર બેસવા દેવા માટે લેખિતમાં રજુઆત આપીને પોતાની વ્યથા વ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કોર્ટ કેમ્પસની બહાર ઉભા રહીને કામગીરી કરવામાં ભારે હાડમારીનો સામનો કરતો હોવાની રજુઆત સાથેGJ-18 નાં વકીલોએ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજને પોતાની આપવીતિ વ્યક્ત કરી હતી. ત્યારે GJ-18 બાર એસોસિએશનના પ્રમુખસંજય સિંહ વાઘેલા તથા તેમની ટીમ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી