દેશમાં શ્રમજીવી થી લઈને મધ્યમ વર્ગની વ્યક્તિની હાલત ભારે કફોડી થઈ ગઈ છે .ત્યારે દેશમાં લાખો યુવાનો એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરે છે. જેમાં જુનીયર વકીલ તરીકે પ્રેકટીસ કરતા યુવાનો ની હાલત કોર્ટ બંધ રહેતા ભારે કફોડી થઈ ગઈ છે. બાકી સિનિયર એડવોકેટો ,જે નામાંકિત છે ,તેમને ઘર ચલાવવાનું ટેન્શન હોતું નથી છે, ત્યારે કોર્ટ બંધ રહેતા અને ખાસ કોર્ટના પરિસરમાં વકીલને બેસવા ન દેતા, ધંધા-રોજગાર ઉપર ભારે અસર થઈ છે. વકીલોના કારણે અનેક લોકોના ધંધા રોજગાર ચાલતા હોય છે.
તેમાં ચાની કીટલી ,નાસ્તાની લારીઓ ,હોટલ, રેસ્ટોરન્ટ ,ટાઈપિંગ, ઝેરોક્ષથી લઈને અનેક લોકોની રોજગારીનો પ્રશ્ન ગંભીર ઉભો થયો છે. ત્યારે ન્યાયાલયમાં ન્યાય માટે આવતાં અરજદારો ના કેસો મુદત ઉપર મુદત અને કેસોનો પણ ભરાવો થવા માંડયો છે.ત્યારે વધારે દિવસો વીતતા કેસોમાં લાંબો સમય જતા, અરજદારો પણ બહાર સમાધાન કરી લેતો ઘણીવાર વકીલોને ફી પણ મળતી નથી, આજે રેશનકાર્ડ થી લઈને નામ- બદલવા થી લઈને મોટાભાગના કામોમાં નોટરી, ટાઈપિંગ કરવું પડતું હોય છે. ત્યારે કોર્ટના પ્રિમાઇસીસમા વકીલોને બેસવા ન દેતા અનેક વકીલોના ધંધા-રોજગાર પર મોટો પ્રશ્ન ઉભો થયો હોવાનું વકીલ દ્વારા જાણવા મળ્યું છે.
આજે સિનેમાઘરો ,બેંકો, એસ.ટી સેવા, પોલીસ સ્ટેશન થી લઈને તમામ સરકારી કચેરીઓ ,બજારો ,દુકાનો મોલો તમામ ચાલુ અને કોર્ટના પરિસરમાં વકીલોને નો એન્ટ્રી આ કેવું? શું કોરોના કોર્ટ પરિસરમાંથી ફેલાય છે? હા,સરકાર દ્વારા જે નિયમો, સરકાર ની ગાઈડલાઈન મુજબ પાલન કરવા તૈયાર હોવા છતાં પ્રથમ વકિલોના ધંધા પર પસ્તાળ કેમ ? તેવુ જુનિયર વકીલ દ્વારા પોતે જણાવ્યું હતું .ત્યારે કોરોનાની મહામારી માં દોઢ વર્ષથી બેકારીમાં જીવન જીવી રહ્યા છે અને ઘર ચલાવવું ,ભાડું ભરવું ,ટેક્સ, બાળકોની સ્કૂલની ફી ,આ બધું હાલ દેવા થઈ ગયા છે,માંડ કોર્ટ ખુલી એટલે ચલો દેવું પૂર્ણ થઇ જશે અને ગાડી હજુ પાટે ચઢી છે, ત્યાં જ ફરી ર્ઙ્મષ્ઠાર્ઙ્ઘુહ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, કોર્ટ પરિસરમા વકીલોની જે બેઠકો છે, ત્યાં ન બેસવા દેતા અરજદારો આવે કેમ? ત્યારે બધું જ બજાર ખુલ્લું અને કોર્ટ બંધ આવું કેવું? કરોડો અરજદારોને ન્યાય અપાવતા વકીલની રોજગારીનો પ્રશ્ન હવે કઈ રીતે તંત્રને સમજાવું ,તેનું દરેક વકીલના મનમાં મનન ચાલી રહ્યું છે.