ગાંધીનગર
આજે આપ પાર્ટીના વિજય સુવાળા ભાજપમાં જોડાયા. ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલની હાજરીમાં વિજય સુવાળાએ કમલમ ખાતે કેસરિયો વિધિવત રીતે ધારણ કર્યો હતો. તેમની સાથે 100 જેટલા સમર્થકો પણ હાજર રહ્યા હતા.
વિજય સુવાળાએ આજે કમલમ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, રાત નો ભૂલેલો દિવસે ઘરે આવ્યો છું અને પોતાના ઘરે પાછો ફર્યો છું. મારી 3 પેઢી ભાજપમાં જોડાયેલી છે. સંગઠન વિના કઈ થઈ શકતું નથી અને ભાજપ જેવું સંગઠન મેં ક્યાંય જોયું નથી. હું વચન આપું છું કે હું તન મન ધનથી ભાજપ સાથે રહી લોકોની સેવા કરીશ.
………………..
વિજય સુવાળાએ રવિવારે સુરતમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો શરૂ થઈ હતી. ઈસુદાન ગઢવીએ વિજય સુવાળાના ઘરે જઈને તેમના મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા હોવા છતાંયે વિજય સુવાળા આપ છોડીને ભાજપમાં જોડાયા છે.
………….
મીડિયા સાથેની વાતચીતમાં શું કહ્યું?
મીડિયા સાથે વાતચીતમાં વિજય સુવાળાએ કહ્યું કે હું એક લોકસેવક છું એટલે જ હું જે લોકો માટે કામ કરશે તે પાર્ટીમાં જોડાઈશ. ભારતીય જનતા પાર્ટીમાંથી મને ઘણીવાર આમંત્રણ મળ્યું છે તેથી આજે જ હું વાતચીત કરવા માટે જઈ રહ્યો છું અને તે બાદ આગામી નિર્ણય લેવામાં આવશે. હું રાજકીય મિત્રો અને વડીલો સાથે વાતચીત કર્યા બાદ કમલમમાં જઈશ. વિજય સુંવાળાએ કહ્યું કે જે વ્યક્તિ સમયને સમજી જાય તે જ સાચો વ્યક્તિ કહેવાય. મને ઘણા સમયથી ભાજપમાંથી આમંત્રણ હતું તેથી આજે મળવા માટે જઈ રહ્યો છું.
………………………….
કોણ છે વિજય સુવાળા?
જાણીતા ગુજરાતી સિંગર તરીકે વિજય સુવાળાનું ગુજરાતમાં મોટું નામ છે, તેઓ મહેસાણાના સુવાળાના વતની છે. તેમના પિતાનું નામ રણછોડભાઈ છે અને તેમણે 16 વર્ષની ઉંમરે અમદાવાદ આવીને ચા વેચવાનો ધંધો કર્યો હતો. વિજય સુવાળાના પિતાજી ટ્રકના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. વિજય સુવાળાએ નાનપણમાં પિતાનો સંઘર્ષ નજીકથી જોયો હતો. ઘરની આર્થિક સ્થિતી સારી ન હોવાથી વિજય સુવાળાને ભણવામાં મન લાગતું નહીં . એક ખાનગી ટેલીકોમ કંપનીના કોલ સેન્ટરમાં રૂ. 6500ની નોકરીથી શરૂઆત કરી હતી.