દેશમાં ચૂંટણીઓ ના જંગલો વાગી રહ્યા છે ત્યારે ગુજરાતના મોટાભાગના ઉચ્ચ અધિકારીઓને ગુજરાત બહારચૂંટણી ઓબ્ઝર્વરતરીકે હુકમ થયાહોવાનું ચર્ચાએ જોર પકડયું છે. ત્યારે એક તો કોરોના અને ચૂંટણીની જવાબદારીના કારણે રાજ્યના અનેક વિકાસના કામો વહીવટી ઉપર આની અસર દેખાશે દેખાશે.દેશમાં પંજાબ, ગોવા, મણિપુર, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓ માટેઓબ્ઝર્વર લીસ્ટમાં ગુજરાતનાં જે આઈએએસ અધિકારીઓનાં નામો છે તેમાં રાજેશ મંજુ, એસ.કે. મોદી, સ્વરુપ પી., કે.એન. શાહ, ડી.ડી. જાડેજા, દિલીપ રાણા, રતનકંવર ગઢવી ચરણ, વિશાલ ગુપ્તા, પ્રભાવ જોશી, શાહમીના હુસેન, ધનંજય દ્વિવેદી, એમ. થીનારસન, રાહુલ ગુપ્તા, અજય પ્રકાશ, કે. રાજેશ, પ્રવિણ ચૌધરી, ડી.એન. મોદી, ડી.એચ. શાહ, આશિષ કુમાર, અશ્વિનીકુમાર, મોહમ્મદ શાહીદ, આલોક પાંડે, એસ. મુરલીક્રિષ્ના, કિરણ ઝવેરી તથા આર.કે. મહેતાનો સમાવેશ થાય છે.આઈપીએસ અધિકારીઓનાં લીસ્ટમાં રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, પ્રફુલ્લા રોશન, અનિલ પ્રથમ, અમિત વિશ્ર્વાકર્મા, અજય ચૌધરી, વાબંગ ઝમીર, અર્ચના શિવહરે, બીસ્ટ, આર.બી. બ્રહ્મભટ્ટ અને રાજુ ભાર્ગવનો સમાવેશ થાય છે.ચૂંટણી પંચ દ્વારા અધિકારીઓનાં નામનું લીસ્ટ સોંપી દેવામાં આવ્યાને પગલે હવે રાજ્યનાં સામાન્ય વહીવટ વિભાગ તથા ગૃહ વિભાગ દ્વારા ચૂંટણી ફરજમાં જતા અધિકારીઓનાં ચાર્જ અન્યોને સોંપવાની તબક્કાવાર કાર્યવાહી શરુ કરવામાં આવશે. કેટલાક અધિકારીઓ દ્વારા વ્યક્તિગત કારણોને આગળ ધરીને ચૂંટણી ફરજમાંથી મુક્તિ આપવાની માગણી પણ ચૂંટણી પંચ સમક્ષ કરી દીધી છે.રાજ્યનાં એક સાથે ત્રણ ડઝન જેટલા અધિકારીઓ ચૂંટણી ફરજમાં જવાના સંજોગોમાં વહીવટી અસર થવાનું નિશ્ચિત છે. ખાસ કરીને કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ છે અને રાજ્યમાં દૈનિક કેસોમાં મોટો વધારો થતો રહ્યો છે તેવા સમયે વહીવટી અસર વ્યાપક બની શકે છે.