અમદાવાદ
સ્ટેટ જી.એસ.ટી વિભાગ દ્વારા માર્કેટ ઇંટેલિજંસ અને સિસ્ટમ બેઝડ એનાલીસીસના આધારે તાજેતરમાં સુરત ખાતે ચૌટા બજાર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલ અને કોસ્મેટીક, ઇમિટેશન જ્વેલરી, મેક-અપનો સામાન, લેડીઝ ફૂટવૅર જેવી વસ્તુઓના ધંધા સાથે સંકળાયેલ એન.આર.ગ્રૂપની (૧) એન.આર.બ્યુટી વર્લ્ડ (૨) એન.આર.જ્વેલર્સ (૩) એન.આર.બેંગલ્સ અને (૪) એન.આર.ફીટ-ઇન નામની પેઢીઓના ધંધાના સ્થળો, ગોડાઉન અને રહેઠાણના સ્થળોએ મળીને કુલ ૯(નવ) સ્થળોએ અલગ-અલગ ટીમો દ્વારા તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
તપાસની કાર્યવાહી દરમિયાન જણાઇ આવેલ કે સદર પેઢીઓ દ્વારા કરવામાં આવતા વેચાણોના પ્રમાણમાં વેરો ભરવામાં આવતો નહોતો. ખુબજ નજીવા વેચાણો બતાવી તેના પર વેરો ભરી કરચોરી કરવામા આવતી. સદર પેઢીઓ ઇમ્પોર્ટથી અને આંતર-રાજ્ય ખરીદીથી મોટા પ્રમાણમાં માલની ખરીદી કરતી હતી. તેમજ આવી ખરીદીઓને ચોપડે નહીં દર્શાવીને આવા વેચાણો પર વેરો ભરવાનુ ટાળતા હોવાનુ જણાઇ આવેલ. સદર સ્થળોએથી મોટા પ્રમાણમાં કાચી ચિઠ્ઠીઓ ઉપરના બિન-હિસાબી વ્યવહારો મળી આવેલ છે તેમજ આ સ્થળોએથી મળી આવેલ સોફ્ટવૅરમાંથી કાચા વેચાણોની મોટી નોંધો પણ મળી આવેલ છે. તદઉપરાંત બિલ વગરની ખરીદીનો મોટો જથ્થો પણ કાર્યવાહી દરમિયાન મળી આવેલ છે. જેને જપ્ત કરવામા આવેલ છે.
બ્યુટી અને કોસ્મેટીકમાં વપરાતી વસ્તુઓ પૈકી બંગડી(પ્લાસ્ટિક સિવાયની) ઉપર વેરાનો દર ૩%, ઇમિટેશન જ્વેલરી પર વેરાનો દર ૧૮%, બ્યુટી પ્રોડક્ટ પર વેરાનો દર ૧૮%, ફૂટવૅર પર વેરાનો દર ૧૨% અને લેડીઝ પર્સ પર વેરાનો દરે ૧૨% છે.
તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિન હીસાબી સાહિત્ય, કાચી ચિઠ્ઠીઓ અને ડીજીટલ ડૅટા મળી આવેલ છે. જેને જપ્ત કરવામાં આવેલ છે. અને તેની ઉંડાણ પૂર્વકની ચકાસણીની કાર્યવાહી હાલમાં ચાલુ છે.સરકારી વેરાની સલામતી માટે ઉપરોક્ત પેઢીઓનો માલ સ્ટોક, મિલ્કતો વગેરે ઉપર કામચલાઉ ટાંચ, માલ સ્ટોક જપ્ત જેવી કાર્યવાહી કરવામાં આવેલ છે.
સદર પેઢીઓની વેરો, વ્યાજ અને દંડ તથા ફાઇન મળીને ભરવાપાત્ર રકમ નીચે મુજબ છે.