ગુજરાતનું કહેવાતું પાટનગર જ્યાંથી તમામ રાજ્યનો વહિવટ થાય છે. ત્યારે મુલાકાતીઓ માટે બનાવેલું અને તમામ મંત્રીઓ, મુખ્યમંત્રી જ્યાં બેસે છે, તે સ્વર્ણીમ સંકુલમાં કોરોનાની મહામારીના કારણે મુલાકાતીઓની સંખ્યા તોતીંગ ઘટીે ગઇ છે, ત્યારે હરિયાળું પાટનગર એટલે હવે સચિવાલયની અંદર જ રહેલું છે. બહાર કોક્રીંટના જંગલો હવે ઉભા થઇ ગયા છે. ત્યારે સ્વર્ણીમ સંકુલમાં રોજબરોજ હજારો અરજદારો પોતાના પ્રશ્નોને લઇને મંત્રીને રજુઆત કરવા આવતાં હોય છે. ત્યારે નવા મંત્રી મંડળ રચાયા બાદ સંખ્યા મુલાકાતીઓની વધી હતી, પણ કોરોનાની મહામારીના કારણે સંખ્યા ઘટી ગઇ છે. ત્યારે હવે મંત્રીઓ જ્યાં બે સે છે, તે સ્વર્ણીમ સંકુલમાં શ્વાનો મંત્રીશ્રીની ચેમ્બર સુધી આવી ગયા છે, ત્યારે કડક જાપ્તો ફક્ત માનવજાત માટે અબોલજીવ માટે કોઇ જાપ્તો નહીં, એટલે શ્વાનોને મજા પડી ગઇ છે.
આવનારા દિવસોમાં ગલુડીયા પણ ફરતા થાયતો નવાઇ નહીં, આમ, જાેવા જઇએ તો સચિવાલય પણ ઘરડાઘર બની ગયું છે, રીટાયર્ડ થયા બાદ પણ અભી ભી મેં જવાન હું, ના રટણ સાથે નોકરી પર ફીક્સ પગારમાં લાકડીના ટેકે આવી જતા હોય છે. ખરેખર જેને જરૂરીયાત નથી અને તગડું પેન્શન આવે તો શું કામ રાખવાની જરૂર ? આજ યુવાપેઢી ફૂલ ટેલેન્ટેડ છે, તેમને રાખો, તો તેમનું પણ ગાડું રોજગારી ગબડે, બાકી રીટાયર્ડ કર્મીને તગડું પેન્શન આવવા છતાં નોકરી પર રાખવા તે યોગ્ય છે, ખરું? ત્યારે સચિવાલયમાં હવે માનવજાત ને પાસ કઢાવવાનો તમામ ડોક્યુમેન્ટ આપવાના પછી અંદર જવા મળે, અને શ્વાનને ગમે ત્યાં મંત્રીની ચેમ્બરમાં ઘુસી જાય, ત્યારે કડક જાપ્તો પણ ખરો? ભાઇ, જાેરદાર હો…