ગુજરાતનું કહેવાતું પાટનગર એવું GJ-18 ની આજે વસ્તીની દ્રષ્ટિએ નજર કરીએ તો ૧ થી ૩૦ સેકટર ગણાતુ ય્ત્ન-૧૮ હવે ન્યુ,અને OLD માં વહેંચાઈ ગયું છે.ત્યારે હવે નવો વિસ્તાર જાેઈએ તો કુબા સુધીનો વ્યાપ વધ્યો છે ત્યારે ૧ થી ૩૦ સેકટરમાં કોરોનાની મહામારી બાદ રાત્રે તમામ જગ્યાએ સેક્ટર ઓના લારી-ગલ્લા તમામ બંધ થઈ જતા મોટાભાગના અસામાજિક તત્વોનો રાત્રીના ૯ વાગ્યા બાદ GJ-18 સિવિલ ની કેન્ટીન અને એક ચાની કીટલી અડ્ડો બની ગઈ છે. ત્યારે કેન્ટીન દ્વારા તો જે બોર્ડ લગાવવામાં આવ્યું છે. તે બોર્ડમાં પોલીસના જે બોર્ડ હોય તેમ લગાવીને રોફ મારવ અને કોઈ પોલીસ કર્મી કેન્ટીનનો ભાગીદાર હોય તેવું બોર્ડ લગાવી ને લોકોને આંઝવા નો પ્રયાસ કર્યો છે.હા , સિવિલ ની કેન્ટીન લોકો માટે નહીં પણ ખાસ દર્દીઓના સગા સંબંધીઓને જમવા, ચા પાણી કરવા માટે બનાવી છે. ત્યારે તમામ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિઓ અહિંયા ધમધમાટ શરૂ થઈ ગઈ છે.
રાત્રે ૯ વાગ્યા બાદ ભલે ગમે તેવી ઠંડી હોય પણ સિવિલ કેન્ટીનનો ગડ્ડો, તે અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે. ત્યારે સિવિલ પાસે આવેલા સોચાલય માં સવારે ચકાસવામાં આવે તો દેશી દારૂની કોથળીઓ, અંગ્રેજી દારૂની બોટલ, ખાસી ની દવા ઓની મોટા પ્રમાણમાં નશો કરવા બોટલો પડી હોય છે. ત્યારે પ્રાપ્ત સુત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર અનેક પ્રકારના વ્યસનો નું માર્કેટ ઉભુ થઈ રહ્યું હોવાનું લોકો જણાવે છે, ત્યારે સિવિલના પાછળના ગેટથી સેક્ટર તરફ જવાનો રસ્તો રાત્રે બંધ કરવા પણ લોકો દ્વારા અપીલ કરવામાં આવી છે. તમામ પ્રકારની બદીઓ અહીંથી આવી રહી છે. રાત્રે યુવાનો- યુવતીઓ બાઈક મૂકીને ઠઠ્ઠા-મસ્કરી કરતો જાેવા મળે છે, સિવિલમાં રહે તો સ્ટાફ પણ આ બદીથી પરેશાન થઈ ગયો છે. ત્યારે જે તે સેક્ટરનાPI દ્વારા રાત્રે પેટ્રોલીંગ કરી ને કડક હાથે આ પ્રવૃત્તિઓ ડામી દેવાની પણ માંગ ઉઠવા પામી છે.
આ કેન્ટીન કોઇ પોલીસ અધિકારી પાર્ટનર હોય તેમ એવા કલરથી લખ્યું છે, જેથી જે બદીઓ ચાલે તેની સામે કોઇ અવાજ ન કરે તે માટે પોલીસના કોડ, કલરનો કરેલો ઉપયોગ