કૉંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર
કોરોના મૃતકોના પરિવવારને સહાયની ૫૦૦૦ જેટલી અરજીઓ કયા કારણે નામંજૂર થઇ ?
અમદાવાદ
કોરોના મૃતકના પરિવારજનોની સહાય કરવામાં ભાજપ સરકાર નિષ્ફળ ગઈ છે તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે આજે પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું કે સરકાર સાચા મૃતક પરિવારોને લાભ આપતી નથી . મૃતકોના પરિવારજનોને વળતર ચુકવવામાં આનાકાની બાદમાં સુપ્રિમ કોર્ટની સતત ફટકાર બાદ ભાજપ સરકારે સ્વિકાર્યું છે કે ૯૧૮૧૦ જેટલી અરજીઓ આવી છે જેમાં થી ૫૮૦૦૦ થી વધારે અરજીઓ મંજૂર,૧૫૦૦૦ જેટલી પેન્ડિંગ,૧૧૦૦૦ જેટલી પ્રોસેસ અને ૫૦૦૦ જેટલી અરજીઓ નામંજૂર થઈ છે , આ કયા કારણ થી થઇ છે તેવો સવાલ ભાજપ સરકાર ને કૉંગ્રેસ પ્રમુખ તરફ થી અને મૃતકોના પરિવાર તરફ થી પૂછવામાં આવ્યો છે .? કોરોના કાળમાં નાગરિકોએ પોતાના ઘર – રોજગાર ચલાવવા માટે ૨૮ મેટ્રીક ટન જેટલુ સોનુ વેચવાની ફરજ પડી હતી. લોકોએ મકાન, જગ્યાઓ, ગીરવે મુકી હતી, સામુહિક, વ્યક્તિગત આત્મહત્યાનું પણ આંકડો કોરોના કાળ દરમ્યાન વધ્યો ત્યારે, પરિવારજનોની આર્થિક તકલીફમાં સહાય કરવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે.ગ્રામ સભામાં કોવિડ મૃતકોના નામ નોંધણી કરાવી અથવા હોસ્પિટલ કે સ્મશાનમાંથી સાચા આંકડા મેળવી પરિવારજનોને આર્થિક સહાય સત્વરે આપી શકી હોત પરંતુ કોરોનામાં મૃતક થયાની સાબિતી માટે પરિવારજનોએ સરકારી કચેરીઓમાં ધક્કા ખાવા પડી રહ્યાં છે. ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જે લોકોએ કોવિડ ટેસ્ટ કરાવ્યા નથી અને હોસ્પીટલમાં દાખલ થયા નથી તેવા મૃત્યુ પામેલા લોકો નાં સરકાર આંકડા કેવી રીતે શોધશે ? તે એક વેધક પ્રશ્ન છે .મૃતકોની સહાય માટે સરકાર તારીખ પે તારીખ કેમ આપી રહી છે .આગામી ૩ થી ૪ ફેબ્રઆરીએ કૉંગ્રેસ પક્ષ કલેકટર, મુખ્યમંત્રી તેમજ જરૂર પડે તો પ્રધાનમંત્રી ને કોરોનાનાં મૃતકોને સહાય સમય સર મળી રહે તે માટે આવેદન પત્ર આપશે.૩ થી ૫ ફેબ્રઆરી દરમ્યાન જિલ્લા મથકોની વચ્ચે ૧૦૦ આગેવાનો સાથે કૉરોનાના મૃતકોના સાચા આંકડા સરકારને આપી મૃતકોની સહાય ત્વરિત ચૂકવે તેવા કાર્યક્રમ યોજીશું. લોકોના જીવના ભોગે કોઈપણ કાર્યક્રમના મેળાવડા ન થવા જોઈએ તેમ પણ ઉમેર્યું હતું .
કૉંગ્રેસ પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ
કોરોના વ્યવસ્થામાં ભાજપ સરકાર નિષ્ફળ : સિદ્ધાર્થ પટેલ
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે આજે પત્રકાર પરિષદ માં જણાવ્યું હતું કે કોરોના મહામારી ની ત્રણેય વેવ સ્થિતિની વ્યવસ્થામાં અને લોકહિતમાં ત્વરિત નિર્ણય લેવામાં ભાજપ ની સરકાર નિષ્ફળ નીવડી છે. ગૂજરાત ની ભાજપ સરકાર સાચા સમયે નિર્ણય લેવામાં સફળ રહી નથી આટલી બધી ગંભીર કોરોનની મહામારી માં પણ રાજકીય કાર્યક્રમોની પ્રવૃત્તિઓને અટકાવી નહિ .નમસ્તે ટ્રમ્પ , ભાજપની જાહેર સભાઓ, ક્રિકેટ મેચો રમાડવી અને છેલ્લે વાયબ્રન્ટના તાયફાઓને પગલે કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ભાજપ સરકારે ગુજરાતને મુશ્કેલીમાં મુક્યુ છે. ગુજરાતમાં હવે કોરોનાની લહેર નહીં પણ સુનામી આવી ચુકી છે. રાજ્યમાં ૨૫ હજાર કરતા વધુ કોરોના સંક્રમણના કેસો આવી રહ્યાં છે. માત્ર અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંક ૧૦ હજાર થી વધુને પાર થયો છે. ગુજરાતમાં કદીયે કોરોનાના ઈન્ફેકટિવ કેસો આવ્યા નથી પણ ગઈકાલે આંકડો વધતો દેખાય છે.
પટેલે વધુમાં ઉમેર્યુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHO એ ડિસેમ્બરના અંત માં કહ્યું હતું કે ભારત માં આવનારી ત્રીજી વેવમાં ધ્યાન રાખવામાં નહિ આવે તો જાન્યુઆરીનાં અંત સુધી માં દેશમાં રોજ ૫ લાખ કોરોનના કેસ થશે જે આજે WHO નાં કેહવા મુજબ ભાજપ સરકારે ધ્યાન ન આપતા આજે રોજના સાડાત્રણ લાખ સુધી કેસ પહોંચી ગયા છે અને હજી આ મહિનાના અંત સુધીમાં પાંચ લાખ કેસ પહોંચશે તેવું મારું માનવું છે .ત્રીજી લહેરની ઈન્ફેક્ટીવીટી વધારે છે ત્યારે કોરોના ચેઈન તોડવી જરૂરી બને છે પરંતુ સરકાર કોરોનાને હળવાશમાં લઈ રહી છે. પરંતુ ભાજપ સરકારની ઈચ્છા શક્તિના અભાવે ગુજરાતના નાગરિકોને ભોગ બનવુ પડી રહ્યું છે. ભાજપ સરકાર કોરોના મેનેજમેન્ટમાં સદંતર નિષ્ફળ રહી અને આંકડા છુપાવી રહી છે.કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સૂચનાઓ અનુસાર આ મૃતકના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર છે. પણ ગુજરાતના કોરોનાના મૃતકના પરિવારને ૪ લાખ રૂપિયા આપવા માટે નાણાં – બજેટ નથી. નિષ્ણાતોના મતે ત્રીજી વેવની ચેઈનને તોડવા માટે આગામી ત્રણ દિવસ રજા હોઇ જો પાંચ દિવસ રજા રાખીને કડકાઇથી અમલ કરે તો કોરોના ના વધતાં સંક્રમણ ને રોકી શકાય.
કોંગ્રેસના આગામી કાર્યક્રમો
….. કોંગ્રેસ પક્ષ કોરોના માર્ગદર્શીકા મુજબ ૨૩ જાન્યુઆરીના રોજ નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મ જયંતી નિમિત્તે મોટા શહેરમાં 50 બાઈક સાથે રેલી, પ્રદેશ કાર્યાલય ખાતે સંવાદ અને અમદાવાદ ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ
… આઝાદીના ૭૫ વર્ષના અનુસંધાને અને રાષ્ટ્રીય પર્વ તા. ૨૬ જાન્યુઆરીના રોજ ગુજરાતના તમામ શહેરોના વોર્ડમાં 75 ફૂટનો ત્રિરંગો લઇને ત્રિરંગા યાત્રા કરીશું
…… તા. 23 થી 30 તારીખ સુધી ઝુંબેશ કાર્યક્રમમાં મેમ્બરશિપ ડ્રાઇવ યોજાશે.
…… તા. 3 થી 5 ફેબ્રુઆરી વચ્ચે 100 આગેવાન કોરોનામાં મૃત્યુ પામેલ વ્યક્તિના આંકડા આપીને સરકાર તેમને વળતર આપે, ન્યાય આપે તે મુદ્દે કાર્યક્રમ યોજાશે