કચ્છમાં આવતા નાના આંચકાઓની વણઝાર વચ્ચે આજે અચાનક મોટો ભુકંપ આવતા ભચાઉાથી ભુજ તાલુકા સુાધીના લોકોમાં ગભરાટ સાથે ભય ફેલાયો હતો. જોકે જાનહાની કે અન્ય નુકશાની થવા પામી ન હતી. સૂત્રોના અનુસાર કચ્છમાં આજે સવારાથી જ આંચકાનો દૌર શરૃ થઈ ગયો હતો. પ્રથમ આંચકો દુાધઈ નજીક કેન્દ્રબિંદુ ધરાવતો નોંધાયો હતો જેની રીકેટર સ્કેલ તીવ્રતા ૨.૭ની રહી હતી. ત્યારબાદ સાંજે ૭.૦૧ કલાકે ભચાઉાથી ૨૩ કિ.મી દુર ઉત્તર-ઉત્તર પુર્વમાં ૪.૩નો ભુકંપ આવતા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી. ભચાઉ તાલુકામાં કેન્દ્રબિદું હોવાછતાં આંચકાની અસર છેક ભુજ તાલુકા સુાધી અનુભવાઈ હતી. ભચાઉ તાલુકામાં લોકોને આંચકાની તીવ્રતાવધુ અનુભવાતા નિરાંતની પળો સાથે ઘરમાં બેઠેલા લોકો તાથા રસોઈની તૈયારી કરતી ગૃહિણીઓ કામાધામ છોડીને ઘરની બહાર દોડી ગયા હતા. આંચકાની અસર ભચાઉ,રાપર, અંજાર, ભુજ તાલુકા સહીતના વિસ્તારમાં જોવા મળી હતી. ઘરના વાસણો પડવા ઉપરાંત રસ્તે ચાલતા વાહનચાલકોને પણ તેની અસર વર્તાઈ હતી. રાપર તાલુકાના ખેંગારગામ,રામવાવ, ગવરીપર,સુવઈ, વણોઈ, કુડા તેમજ આસપાસના વિસ્તારમાં આંચકાથી લોકોમાં ભય ફેલાયો હતો. લોકોના જણાવ્યા મુજબ આંચકોની અસર એટલી તીવ્ર હતી કે, મકાનના પતરા ધણાધણી ઉઠયા હતા. આઈએસઆર ગાંધીનગરના જણાવ્યા મુજબ આ આંચકાની જમીનમાં ઉંડાઈ ૧૫.૭ કિ.મી રહી હતી. આ આંચકા બાદ રાત્રે ૮.૨૪ કલાકે ૩ની તીવ્રતાનો વધુ એક આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ પણ અગાઉના આંચકા પ્રમાણે હતું ઉલ્લેખનીય છે કે, ૪ ઉપરની તીવ્રતાનો આંચકો ૨ માસ બાદ ફરી નોંધાયો છે. ૩ સુધીની તીવ્રતાના આંચકા આવવા કચ્છમાં સામાન્ય વાત થઈ ગઈ છે પરંતુ ૪ ઉપરના આંચકાની અસર દુર સુધી વર્તાતી હોય છે. ત્યારે છેલ્લા ૮ જુલાઈના ખાવડા પાસે કેન્દ્રબિંદુ ધરાવતો ૪.૩નો તાથા ૧૯ ઓગષ્ટના ભચાઉ પાસે કેન્દ્રસૃથાન ધરાવતો ૪.૨નો ભુકંપ આવ્યો હતો.
કચ્છમાં ભૂકંપના આંચકા, લોકોને 2001 ની યાદગિરિ થઈ તાજી
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments