સંસદનું શિયાળુ સત્ર સોમવારથી શરૂ થઈ ગયુ છે. સત્રના પહેલા દિવસની કાર્યવાહીમાં ભાગ લેવા માટે કેન્દ્રિય મંત્રી પ્રકાશ જાવડેકર એક ખાસ કારથી સંસદ પહોંચ્યા હતા. જાવડેકરના પહોંચતાની સાથે મીડિયાથી લઈને તમામ લોકોનું ધ્યાન આ કારે ખેચ્યું હતુ. હકિકતે આ કાર સાઉથ કોરિયાની ઓટો નિર્માતા કંપની Hyundai ની Kona એસયૂવી હતી. જાવડેકર આ દરમિયાન લોકોનું ઈલેક્ટ્રિક કાર અને પબ્લિક ટ્રાંસપોર્ટમાં સફર કરવાની અપીલ કરી હતી. ચાલો જાણીએ આ કારના ફીચર્સ અને તેની કિંમત શું છે.
વાત ફિચર્સની કરીએ તો નવી Konaમાં Bluelink Connectivity છે. આ એ ટેક્નોલોજી છે જે હાલમાં લોન્ચ થઈ છે. તેના દ્વારા ગાડીની હેલ્થ સાથે જોડાયેલી તમામ બાબતોનું ધ્યાન રાખી શકાય છે. આ કારમાં ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, LED પ્રોજેક્ટર હેન્ડલેમ્પ્સ અને DRLs, ઈલેક્ટ્રિક સનરૂફ, રેન સેનસિંગ વાઈપર્સ જેવા ફિચર્સ પણ છે. કોનામાં 6-એરબેગ્સ, ABSની સાથે EBD જેવી ઘણી સિસ્ટમ આપી છે. Hyundai ની આ kona આ ઈલેક્ટ્રિક કાર 394.9 એનએમને ટોર્ક જનરેટ કરે છે. કોનામા 32.9 ની બેટરી છે જેની મદદથી તેને માત્ર 9 સેકંડમાં 100 કિમીની સ્પિડ પકડવામાં મદદ મળે છે. ઈલેક્ટ્રિક કાર કોનની બેટ્રીને ફુલ ચાર્જ કરવા પર આ 452 કિલોમીટર સુધીનો સફર કરી શકે છે. આ માઈલેજને ARAIએ પ્રમાણીત કર્યું છે. ચાર્જિંગના ટાઈમની વાત કરીએ તો Kona ઈલેક્ટ્રિક DC ફાસ્ટ ચાર્જરથી માત્ર 57 મિનિટમાં 80 ટકા ચાર્જ થઈ જાય છે. ત્યાં જ AC લેવલ બે ચાર્જરથી આ 6 કલાક 10 મિનિટમાં ફુલ ચાર્જ થાય છે.
જણાવી દઈએ કે konaને ભારતમાં આ વર્ષે 9 જુલાઈના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતુ. તે સમયે તેની એક્સ શોરૂમની કિંમત 25.30 લાખ રૂપિયા હતી પરંતુ હવે GSTનો દર ઓછો થવાથી કંપનીએ તેની કિંમત 23.72 લાખ રૂપિયા કરી દીધી છે.