IPL 2022ની ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે : કોરોના વાયરસની ત્રીજી લહેરના કારણે સ્ટેડિયમમાં દર્શકો નહીં હોય

Spread the love

 

મુંબઈ

દુનિયાની સૌથી મોટી ક્રિકેટ ટૂર્નામેન્ટ એટલે કે IPL ભારતમાં રમાશે કે બીજા દેશમાં તેને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.સમાચાર એજન્સી ANI અનુસાર BCCIએ સ્પષ્ટ કરી દીધું છે કે આ વર્ષે IPLનું આયોજન ભારતમાં જ કરવામાં આવશે. કોરોના વાયરસને કારણે સ્ટેડિયમમાં કોઈ પણ દર્શકોને મંજૂરી આપવામાં આવશે નહીં અને તમામ મેચ મુંબઈની અંદર રમવામાં આવશે. નોંધનીય છે કે આ મુદ્દે આગામી સમયમાં આધિકારિક રીતે મોટી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝન માટે મેગા ઓક્શન 12 અને 13 ફેબ્રુઆરીના રોજ યોજાશે. આ માટેનું રજીસ્ટ્રેશન 20 જાન્યુઆરીએ બંધ થયું છે અને અત્યાર સુધીમાં 19 દેશોમાંથી 1,214 ખેલાડીઓનું નામાંકન કરવામાં આવ્યું છે. જેમાં 896 ભારતીય અને 318 વિદેશી ખેલાડીઓ સામેલ છે. જોકે, આ મેગા ઓક્શનની ફાઇનલ યાદી નથી. અત્યારે ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવશે અને માત્ર પસંદગીના ખેલાડીઓને જ અંતિમ યાદીમાં સામેલ કરવામાં આવશે. આ વખતે મેગા ઓક્શનમાં 10 ટીમો ભાગ લેશે. લખનૌ અને અમદાવાદ આ સિઝનથી આઈપીએલમાં જોડાઈ રહેલી બે નવી ટીમો છે.

 

આ ખેલાડીઓને મળશે મોટી રકમ

આ વખતે IPL માં ડેવિડ વોર્નર, યુઝવેન્દ્ર ચહલ, હર્ષલ પટેલ, આવેશ ખાન, દિપક ચાહર, રાહુલ ચાહર, વોશિંગ્ટન સુંદર, આ ખેલાડીઓને ટીમમાં લેવા માટે મોટી રકમ મળે તેવી શક્યતા છે. આ સિવાય શિખર ધવન, રબાડા, માર્ક વૂડ, ફાફ ડુ પ્લેસીસ, મિશેલ માર્શ, બોલ્ટ અને પેટ કમિન્સ જેવા ખેલાડીઓ કેટલાંમાં ખરીદાય છે તે જોવું રહ્યું.

 

કેએલ રાહુલ IPL 2022નો સૌથી મોંઘો ખેલાડી બન્યો

ભારતીય ઓપનિંગ બેટર કે. એલ. રાહુલ આઇપીએલ-૨૦૨૨નો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. રાહુલને લખનૌ ફ્રેંચાઇઝીએ ૧૭ કરોડમાં પોતાની ટીમ સાથે જોડ્યો છે. રાહુલ લખનૌ ટીમનો કેપ્ટન પણ રહેશે. લખનૌ ફ્રેંચાઇઝીએ રાહુલ ઉપરાંત અનકેપ્ડ ભારતીય ખેલાડી રવિ બિશ્નોઈ અને ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઇનિસને પણ ટીમમાં સામેલ કર્યા છે. સ્ટોઇનિસને ૯.૨ કરોડ અને બિશ્નોઈને ચાર કરોડ રૂપિયા મળશે. કે. એલ. રાહુલ ક્રિકેટના સૌથી નાના ફોર્મેટમાં દુનિયાના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંનો એક છે. તેણે આઇપીએલની છેલ્લી ચાર સિઝનમાં ૫૭૫થી વધુનો સ્કોર બનાવ્યો છે. રાહુલ આઇપીએલ-૨૦૨૦માં ૧૪ મેચમાં પાંચ અર્ધસદી અને એક સદી સાથે ૫૫.૮૩ની સરેરાશથી ૬૯૦ રન બનાવીને ટોપ સ્કોરર રહ્યો હતો. ૨૦૨૧માં ૬૨૬ રન સાથે ત્રીજો ટોપ સ્કોરર રહ્યો. આ ઉપરાંત રાહુલ કેપ્ટનશિપની સાથે સાથે વિકેટકીપરની પણ ભૂમિકા નિભાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com