દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણી ની મોસમ ખીલી છે ત્યારે કોરોના ના કેસો માં પણ તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ચૂંટણી પંચે રેલીયો , સરઘસો અને રોડ શો પર પ્રતિબંધો એક અઠવાડિયા માટે લંબાવી દીધા છે. મળતી માહિતી મુજબ કોરોના સંક્રમણ અને રસીકરણની સ્થિતિની સમીક્ષા માટે શનિવારે યોજવામાં આવેલી બેઠકમાં તેના પર સંમતિ સધાઈ.આ બેઠકમાં મુખ્ય ચૂંટણી કમિશનર સાથે તમામ કમિશનર અને ડેપ્યુટી કમિશનર સામેલ થયા. ઉપરાંત ઉપરી અધિકારી અને પાંચેય ચૂંટણી રાજ્યોના મુખ્ય ચૂંટણી કમિશનરોએ પણ બેઠકમાં ભાગ લીધો.
બેઠકમાં રાજ્યોના પ્રમુખ સચિવ સ્વાસ્થ્ય અને મુખ્ય સચિવે રસીકરણ અને સંક્રમણને લઈ અત્યાર સુધીની પ્રગતિ પર જાણકારી આપી. તેમની સાથે ચર્ચા પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ સાથે સમીક્ષા બેઠક યોજાઈ. જેના પછી પ્રતિબંધો જારી રાખવાનો નિર્ણય લેવાયો. ચૂંટણી પંચે રસીકરણનો આંકડો વધુ મજબૂત થાય તેમ ઈચ્છે છે.
મળતી માહિતી મુજબ જો પહેલા તબક્કાની ચૂંટણીઓ અગાઉની ચૂંટણીઓની જેમ 72 કલાક પહેલા પ્રચાર સમાપ્ત થાય તો તેના એક સપ્તાહ પહેલા છૂટછાટ મળી શકે છે. પ્રતિબંધો સાથે પણ છૂટ મળશે. એટલે કે કમિશન પ્રતિબંધો હળવા કરશે પણ કેટલા હળવા કરવા તે પંચના હાથમાં રહેશે.
મળતી માહિતી મુજબ નાની સભાઓ, ડોર ટુ ડોર સંપર્ક અભિયાન જેવી બાબતો માટે પણ છૂટ વધારવાની વાત થઈ છે. પ્રતિબંધોને અમલમાં રાખવા પાછળનું કારણ એ છે કે મણિપુરમાં રસીકરણની ધીમી ગતિથી કમિશન અસંતુષ્ટ છે. પંજાબમાં પણ રસીકરણની ગતિ વધી છે, પરંતુ લક્ષ્ય સુધી પહોંચવામાં સમય લાગશે. જો કે ગોવા, ઉત્તરાખંડ અને યુપીમાં રસીકરણ અને સંક્રમણ બંનેમાં નોંધપાત્ર સુધારો થયો છે.