ગુજરાતમાં ૩૦ વર્ષથી એક હતું ભાજપનું શાસનચાલી રહ્યું છે, ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા અનેક નિર્ણયો લીધા છે. ત્યારે નાના કાર્યકર્તાઓમાં પણ જોમ અને જુસ્સો વધ્યો છે . નવું મંત્રી મંડળ, નવો સ્ટાફ પછી નિગમોના ચેરમેનનો નાયથાવત રાખવાની જાહેરાત ભાજપ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી છે. જેમાં અસીત વોરા, મુળુભાઈ બેરા, આઈકે જાડેજા અને બળવંતસિંહ રાજપૂતને તેમના નિગમના અધ્યક્ષપદ પર યથાવત રાખવામાં આવ્યા છે.
અને તેમનું રાજીનામા સ્વિકાર્યા નથી.
તાજેતરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે અલગ અલગ દસ નિગમોના ચેરમેનોના રાજીનામા લઈ લેતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રના અનેક માથાઓને નિગમમાં ચેરમેન પદ નહીં મળે તેવી પણ ચર્ચા જાગેલ બોર્ડ નિગમોના ચેરમેનોના રાજીનામા લીધા બાદ ફરીવખત સીઆરપાટીલે અગત્યના ચાર નિગમોના ચેરમેનોને યથાવત રાખવાનો નિર્ણય લીધો છે. આથી મહાનુભાવો પૈકી બળવંતસિંહ રાજપૂત આઈકે જાડેજા, મૂળુભાઈ બેરા અને અસીત વોરાને તેમના નિગમના અધ્યક્ષ પદ પર યથાવત રહેવાની સુચના આપવામાં આવી છે અને તેમના દ્વારા આપવામાં આવેલા રાજીનામાંનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. આમ પહેલા તમામ નિગમ ચેરમેનોના રાજીનામાં માગી લીધા બાદ સીઆરપાટીલે પોતાના માનીતા અને કાર્યદક્ષ હોય તેવા ચાર ચેરમેનોને યથાવત રાખવાની જાહેરાત કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.