સુભાષચંદ્ર બોઝની 125મી જન્મ જયંતિની ઉજવણી કૉંગ્રેસ પક્ષ કાલે વિવિઘ કાર્યક્રમો દ્વારા ઉજવશે

Spread the love

અમદાવાદ

ભારત માતાના મહાન સપૂત, ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝની ૧૨૫મી જન્મ જયંતિની  ઉજવણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા અને વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતીમાં તા. ૨૩ જાન્યુઆરીના રોજ સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે.

ભારત માતાના મહાન સપૂત સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને સુભાષબ્રીજ, અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનો પુષ્પાંજલી કરશે અમદાવાદ શહેરની ૧૬ વિધાનસભા ક્ષેત્ર દીઠ કોંગ્રેસ પક્ષના ધ્વજ સાથેની બાઈક રેલી જે કોંગ્રેસ પક્ષના માર્ગદર્શનથી યુવક કોંગ્રેસ દ્વારા યોજાનાર છે. આ ટેબ્લો સાથે બાઈક રેલીને સવારે ૧૦-૧૫ કલાકે પ્રસ્થાન કરાવશે જે સમગ્ર અમદાવાદ શહેરમાં વિવિધ વિધાનસભા વિસ્તારોમાં ભારત નિર્માણ – નેતૃત્વ પરંપરા અને રાષ્ટ્ર ભક્તિ સાથે પ્રચાર અભિયાન કરશે.

ભારત માતાના મહાન સપૂત, ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ પ્રસંગે તા. ૨૩ જાન્યુઆરી, ૨૦૨૨ ને રવિવારના રોજ સાંજે ૪-૧૫ કલાકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતીમાં “સુભાષચંદ્ર બોઝના જીવન અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન” પર જાણીતા કટાર લેખક, ચિંતક મણિભાઈ પટેલ અને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજના આચાર્ય ડૉ. જગદીશ ચૌધરી વક્તવ્ય આપશે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com