આવાસ યોજના રહેવાસીઓને દસ્તાવેજ કરી આપવાનો નિર્ણય
અમદાવાદ
અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ ( ઔડા ) અધ્યક્ષ લોચન સેહરા દ્વારા (આઇ.એ.એસ.), ૭૩માં પ્રજાસત્તાક દિવસ નિમિતે મુખ્ય કારોબારી અધિકારી ડી.પી.દેસાઇ, (આઇ.એ.એસ.), અધિક કલેકટર તથા અન્ય અધિકારીઓ / કર્મચારીઓની હાજરીમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તમામ ઉપસ્થિત અધિકારીઓ તથા કર્મચારીઓં દ્વારા રાષ્ટ્રગીતનું ગાન કરવામાં આવ્યું અને ભારતમાતા ની જય નો ઉદધોષ કરવામાં આવ્યો. ત્યારબાદ ચેરમેન દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવ્યુ. વક્તવ્યમાં બંધારણ ની મહત્તા તથા લોકતાંત્રિક મૂલ્યોને ઉજાગર કરવાની સાથે સાથે ઔડા ની કામગીરી ને ઉત્તરોત્તર ઉત્કૃષ્ટ બનાવવાની નેમ જાહેર કરી રાષ્ટ્રના બંધારણની કટીબધ્ધતા વિશે સજાગ રહેવાની શીખ આપવામાં આવી તથા તમામ સ્ટાફ પાસે નવા ભારતના નિર્માણના સંકલ્પ સાથે વડાપ્રધાન દ્વારા આપણને આત્મનિર્ભરભારત નો જે સંકલ્પ મંત્ર આપેલો છે એ સાથે ઔડાની એક નવી ઓળખ બનાવવાનો સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યો. તદઉપરાંત વિવિધ કામો ની ટૂંકી રૂપરેખા આપવામાં આવી જેમાં ચેરમેન દ્વારા ઔડા દ્રારા નિર્મિત શહેરી ગરીબ આવાસોના દસ્તાવેજ કરી આપવા અંગે એક અગત્યની ઘોષણા કરવામાં આવી કે, અમદાવાદ શહેરી વિકાસ મંડળ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત શહેરી ગરીબો માટે આવાસ બનાવવામાં આવેલ છે. જે અંતર્ગત ૨૨ જેટલી વિવિધ આવાસ યોજનાના અંદાજે ૧૫૨૫૬ લાભાર્થીઓ દ્વારા નાણાં ભરાવી અને પઝેશન આપવામાં આવેલ છે. સદરહું આવાસ યોજનાના લાભાર્થીઓ દ્વારા ભોગવાટા હકક પ્રાપ્ત થાય તે માટે દસ્તાવેજ કરી આપવાની રજૂઆત કરવામાં આવતી હતી. જે બાબતને ધ્યાને લઇને આ અંગે સત્તામંડળ દ્વારા દસ્તાવેજનો મુસદ્દો તૈયાર કરી મંજૂર કરી દીધેલ છે. આમ આગામી સમયમાં આવાસ યોજના રહેવાસીઓને દસ્તાવેજ કરી આપવાનો નિર્ણય લેવામાં આવેલ છે. જેથી આ પ્રકારના આવાસ યોજના અંદાજે ૬૧૦૨૪ લોકોને સીધેસીધો લાભ મળશે અને વધુમાં સરકારના ઠરાવ મુજબ આ પૈકી સને-૨૦૧૬ પછી બનાવેલ આવા આશરે ૩૬૦૦ જેટલા આવાસોના લાભાર્થીઓ ફક્ત રૂ.૧૦૦.૦૦ (અંકે સો રૂપિયા પુરા) સ્ટેમ્પ ડયુટી ભરીને દસ્તાવેજ કરાવી શકશે આમ ઔડા દ્વારા ગરીબવર્ગના લોકો માટે એક ઉત્તમ નિર્ણય લેવામાં આવેલ છે અને જેનાથી ગરીબવર્ગના લોકોને સીધેસીધો લાભ મળશે . ચેરમેન દ્વારા તમામ અધિકારીશ્રી / કર્મચારીઓને પ્રજાસત્તાકદિન ની શુભેચ્છાઓ પાઠવી હતી.