પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ- વ્હીલર – બોલેરો ગાડી મળી કુલ- ૯૪૯ વાહનોનું ફલેગ ઓફ ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાયો

Spread the love

 

: ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી :
• શાંતિ ઝંખતી ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ હમેંશા રાજય પોલીસના પડખે રહી છે
• she ટીમના દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતા કાર્યો કરવામાં આવ્યા છે
• આફત અને કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે.
• ગુજરાતમાં શાંતિ – સલામતી માટે કોઇપણ કચાસ ન રાખવા માટે સરકાર કટિબધ્ધ છે
—————————————-
ગાંધીનગર: બુધવાર:
દેશભરમાં કાયદો- વ્યવસ્થાની બાબતમાં ગુજરાત રાજય પ્રથમ નંબરે છે. આ વાતનો જશ પોલીસ અધિકારીઓ – કર્મયોગીઓને જાય છે. શાંતિ ઝંખતી ગુજરાતની ખમીરવંતી પ્રજાએ પણ હમેંશા રાજય પોલીસના પડખે રહી છે, તેવું આજરોજ ગાંધીનગર ખાતે પોલીસ વિભાગ દ્વારા પોલીસ સેવાને વધુ સરળ બનાવવા માટે ખરીદી કરેલા ટુ- વ્હીલર – બોલેરો ગાડી મળી કુલ- ૯૪૯ વાહનોનું ફલેગ ઓફ કરી ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું.
ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવીએ વધુમાં ઉમેર્યું હતું કે, પોલીસ વિભાગ દ્વારા રાજયના ૪ મહાનગરો ખાતે she ટીમ કાર્યરત કરવામાં આવી છે. she ટીમના દ્વારા અનેક વડીલો અને મહિલાઓ માટે માનવતાને ઉજાગર કરતા કાર્યો કરવામાં આવ્યા છે. આ કાર્યોને વધુ ઝડપી બનાવવા માટે આજે રાજયની આ ટીમને ૬૮ બોલેરો ગાડી આપવામાં આવી છે. ગૃહ રાજય મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આફત અને કોરોના કાળમાં પોલીસ જવાનોએ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી બજાવે છે. ગુજરાતમાં શાંતિ – સલામતી માટે કોઇપણ કચાસ ન રાખવા માટે સરકાર કટિબધ્ધ છે.
ગુજરાત પોલીસના ઉપયોગ માટેના પ્રેટ્રોલ કાર,સી- ટીમ વાન, પી.સી.આર. વાન અને મોટરસાયકલ મળી કુલ- ૯૪૯ વાહનોનું આજે ગાંધીનગરના સચિવાલય સંકુલ ખાતે આવેલા હેલિપેડ ખાતેથી ગૃહ રાજય મંત્રી શ્રી હર્ષ સંધવી ના હસ્તે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યા હતા.
આ વાહનો વિવિધ જિલ્લામાં ફાળવવામાં આવ્યા છે. હવે, એક જ દિવસમાં રાજયના પોલીસ વિભાગની સેવાને વધુ ઝડપી બનાવવા માટે ૯૪૯ વાહનોનો ઉમેરો થયો છે. જેમાં પોલીસ વિભાગમાં ફરજ બજાવતી મહિલાઓની કામગીરીમાં સરળતા લાવવા માટે ૧૦૦ સ્કુટર આપવામાં આવ્યા છે. તેમજ પોલીસ જવાનોની ટ્રાફિક, તપાસણી અને અન્ય કામગીરી માટે ૨૯૮ આધુનિક બાઇક આપવામાં આવ્યા છે. તેમજ ૪ મહાનગરોમાં કાર્યરત She ટીમ માટે ૬૮ બોલેરો આપવામાં આવી છે. તેમજ ૫૫ પી.સી.આર.વાન અને શહેર- જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ ઘોરીમાર્ગોની સલામતિ જેવી કે, માર્ગ અકસ્માત, ટ્રાફિક જામ,નાગરિકોની સુરક્ષા અને ગ્રામ્ય વિસ્તારોની સુરક્ષા માટે ૪૦૦ પેટ્રોલ વાન આપવામાં આવી છે. તેમજ પોલીસ અધિકારીશ્રીઓના કાર્યોની સરળતા માટે ૨૮ ઇનાવો ગાડી આપવામાં આવી છે.
આ ફલેગ ઓફ સમારંભમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી રાજ કુમાર, રાજય પોલીસ વડા શ્રી આશિષ ભાટિયા એડીશનલ ડી.જી.પી. શ્રી નરસિમ્હા કોમાર, રેન્જ આઇ.જી. શ્રી અભય ચુડાસમા, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા શ્રી મયૂર ચાવડા સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ——————————————————————

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com