રાજ્યના ગરીબ પરિવારોને સહાયરૂપ થવા આગામી સમયમાં ગરીબ કલ્યાણ મેળાઓ યોજાશે : પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી

Spread the love

*રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ મહત્વના નિર્ણયો*

Ø દેશના નાગરિકો માટે સર્વગ્રાહી- સર્વસમાવેશક અંદાજપત્ર રજૂ કરવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને કેબીનેટ દ્વારા અભિનંદન

Ø ખેડૂતો માટે ચણા, તુવેર, રાયડો ટેકાના ભાવે ખરીદી માટે ૨૮ ફેબ્રુઆરી સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા ચાલુ : મહત્તમ લાભ લેવા ખેડૂતોને અપીલ

Ø રાજ્યના આગામી અંદાજપત્રમાં વધુમાં વધુ આઉટકમ-આઉટપુટ નાગરિકોને મળે એ માટે ધ્યાન કેન્દ્રિત કરાશે

Ø કોવિડ વેક્સીનેશન ક્ષેત્રે આગામી સમયમાં ૧૦ કરોડથી વધુ ડોઝ આપી ગુજરાત દેશમાં પ્રથમ રહેશે : આજ સુધી ૯.૮૦ કરોડ ડોઝ અપાયા

Ø જામનગર જિલ્લાના ખીજડીયા અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો પ્રાપ્ત થવા માટે અભિનંદન
********
રાજ્યના પ્રવક્તા મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, રાજ્યના ગરીબ પરિવારોને સ્વરોજગારી માટે સહાયરૂપ થવા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલ ગરીબ કલ્યાણ મેળાની શૃંખલા આગામી સમયમાં શરૂ કરવામાં આવશે.

આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતુત્વ હેઠળ મળેલ રાજ્યમંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વિગતો આપતા પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની કેન્દ્ર સરકારનું બજેટ આત્મિનર્ભર ભારતને સાકાર કરનારુ બજેટ છે. કેન્દ્રીય નાણામંત્રી શ્રી નિર્મલા સિતારમન દ્વારા રજૂ કરાયેલ બજેટમાં ટૂંકા, મધ્યમ અને લાંબાગાળાની જનહિતલક્ષી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રજૂ થયેલ બજેટને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ટીમ ગુજરાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટને આવકારી ટીમ ભારતને અભિનંદન પાઠવ્યા હતા.

મંત્રી શ્રી વાઘાણી ઉમેર્યું હતું કે ગુજરાતને પીએમ ગતિશક્તિ યોજનાઓનો મહત્તમ લાભ મળવાનો છે. PM ગતિ શક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનમાં વર્ષ 2022-23માં રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નેટવર્ક વિસ્તરણ કરીને ૨૫,૦૦૦ કિમી સુધી વધારવામાં આવશે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ-નેશનલ હાઇવે નેટવર્કના વિસ્તરણ માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની મૂડી એકત્ર કરીને કામે લગાવવામાં આવશે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન સ્વદેશી વિશ્વ કક્ષાની ટેકનોલોજી અને વૃદ્ધિ-કવચ અંતર્ગત ૨,૦૦૦ કિમીનું રેલવે નેટવર્ક લાવવામાં આવશે. રેલવે અને હાઇવેના પ્રોજેકટનો લાભ ગુજરાતને મળશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આગામી ત્રણ વર્ષ દરમિયાન નવી પેઢીની ૪૦૦ વંદેભારત ટ્રેનોનું ઉત્પાદન કરવામાં આવશે. ઉપરાંત ત્રણ વર્ષ દરમિયાન મલ્ટીમોડેલ લોજિસ્ટિક્સ માટે ૧૦૦ પીએમ ગતિ શક્તિ કાર્ગો ટર્મિનલનો વિકાસ કરવામાં આવશે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આ સાથે ડીએમઆઇસીનો ૩૩ ટકા જેટલો મોટો ભાગ ગુજરાતમાંથી પસાર થાય છે, તેવા સંજોગોમાં ગુજરાતને પીએમ ગતિશકિત યોજનાનો વધુ લાભ મળશે. ગુજરાતની નર્મદા નદીને ઇન્ટરસ્ટેટ જોડાણની મંજૂરી મળી છે. આ જોડાણથી મહારાષ્ટ્ર અને ગુજરાતના ખેડૂતોને પણ સિંચાઇનો લાભ મળશે. આ યોજનામાં કેન્દ્ર સરકાર તરફથી ૮૦ ટકા અને રાજ્ય સરકાર તરફથી ૨૦ ટકા નાણાકીય સહાય મળશે. આ યોજનામાં અંદાજીત રૂ. ૧૦,૦૦૦ કરોડનો ખર્ચ થશે. આ યોજનાથી છોટાઉદેપુર, વલસાડ,ડાંગ, તાપી,ભરૂચ અને પંચમહાલ જિલ્લાના કૃષિકારોને મળતા લાભમાં પણ વધારો થશે. ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, બોટાદ અને અમદાવાદ જિલ્લાની કુલ ૪૬,૩૬૮ હેક્ટર જમીનને મળતી સિંચાઇની સગવડમાં પણ વધારો થશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું કે, કેન્દ્રીય બજેટ ૨૦૨૨-૨૩માં તૈયાર હીરાની ડ્યુટીમાં કેન્દ્રએ ૨.૫ ટકાનો ઘટાડો કર્યો છે તદુપરાંત કટ એન્ડ પોલિશ્ડ હીરાની આયાત પર સરકાર દ્વારા ૭.૬ ટકા કસ્ટમ ડ્યુટી લેવામાં આવતી હતી જે ડ્યૂટીને આ બજેટમાં ઘટાડીને ૫ ટકા કરવામાં આવી છે. જેનાથી હીરા ઉદ્યોગને ઘણો લાભ થશે.

પ્રવક્તા મંત્રીશ્રી વાઘાણીએ ઉમેર્યુ કે, ખેડૂતોના ઉત્પાદિત પાકને ટેકાના ભાવે ખરીદી કરવા માટે પણ સરકારે ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને ચણા, તુવેર અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવા તા.૧લી ફેબ્રુઆરીથી રજીસ્ટ્રેશન કામગીરી શરૂ કરાઇ છે જે આગામી તા.૨૮મી ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી ચાલશે. ખેડૂતોએ આનો મહત્તમ લાભ લેવા પણ અપીલ કરાઇ છે. અત્યાર સુધીમાં ચણાની ખરીદી માટે ૩૦ હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. રાજ્યભરમાં ચણાની ખરીદી માટે ૧૮૭, તુવેરની ખરીદી માટે ૧૩૫ અને રાયડાની ખરીદી માટે ત્રણ કેન્દ્રો શરૂ કરાશે. સમગ્ર ખરીદી ગુજકોમાસોલ દ્વારા કરાશે.

પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના નાગરિકોને જનસુખાકારીના લાભો વધુને વધુ મળે એ માટે આગામી અંદાજપત્રમાં વધુને વધુ આઉટકમ-આઉટપુટ પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરાયુ છે અને વિવિધ યોજનાઓ માટે વિશેષ સૂચના અપાઇ છે. નાણાં મંત્રીશ્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષે હાલ વિવિધ વિભાગોના અંદાજપત્ર તૈયાર કરવામાટે બેઠકો યોજાઇ રહી છે.

પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના મહેસૂલ વિભાગને કેન્દ્ર સરકાર દ્વારા શ્રેષ્ઠ આપત્તિ વ્યવસ્થાપન માટે રાજ્યના GIDM ગુજરાત ઇન્સ્ટીટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટને સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધક એવોર્ડ એનાયત થયો છે. જે માટે રાજ્યના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીને કેબીનેટમાં અભિનંદન આપવામાં આવ્યા છે.

પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્યના આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોને કોરોનાથી રક્ષિત કરવા માટે વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. આગામી સમયમાં ૧૦ કરોડથી વધુ ડોઝ આપવા માટે ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બનશે. આજ સુધી ૯.૮૦ કરોડ ડોઝ આપી દેવાયા છે ત્યારે વેક્સીનેશન ક્ષેત્રે લોકો જાગૃત થાય એ માટે જનજાગૃતિ કાર્યક્રમો પણ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

પ્રવકતા મંત્રીશ્રીએ ઉમેર્યુ કે,જામનગર જિલ્લાના ખીજડીયા વન્ય જીવ અભયારણ્ય ને વૈશ્વિક આદ્રભૂમિ દિવસના પ્રસંગે આજે નવી રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. હરિયાણાના મુખ્યમંત્રીશ્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતીમાં યોજાયેલ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ યાદવ દ્વારા ખીજડીયા વન્યજીવ અભયારણ્યને નવી રામસર સાઇટ તરીકેના દરજ્જાનું પ્રમાણપત્ર પ્રાપ્ત થયુ છે એ ગુજરાત માટે ગૌરવરૂપ છે.
******

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com