ગુજરાતના કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પોતે આખા બોલા અને પાવરફુલ મંત્રી તરીકે ની છાપ ધરાવે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ કલેકટર કચેરી થી લઈને કોર્ટ સુધી તડાફડી બોલાવેલ આ મંત્રીએ તંત્રના ભુક્કા કાઢી નાખ્યા છે. ત્યારે GJ-18 ખાતે આવેલી સેક્ટર ૧૧ ની કોર્ટમાં ત્રણ માળ હોવા છતાં લિફ્ટ ન હોવાથી ભારે હાલાકી વકીલો ભોગવી રહ્યા છે. ત્યારે ગઇકાલે રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા ગુજરાતની અનેક કોર્ટો ના વિકાસ ને લઈને જાહેરાત કરી,તેમાં GJ-18 ની કોર્ટ બાકાત કેમ રહી? તે પ્રશ્ન છે.કહેવાય છે,કે હાથીઓના હાથી ભલે નીકળી જાય, પણ કીડી નો નીકળવી જાેઈએ, ત્યારે GJ-18 કલોલ કોર્ટ માટે ગ્રાન્ટની ફાળવણી લઈને અન્ય જિલ્લાની કોર્ટો ઉપર બે હાથે નહિ પણ ચાર હાથે રાજુભાઈ ઓધઘોળથયા છે. ત્યારે ગત રાત્રે કેટલી જાહેરાત બાદ GJ-18 ને અન્યાય કેમ? જમીન ફાળવી દીધી છે તો અગાઉના કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કોર્ટ બિલ્ડીંગ માટે ગ્રાન્ટ પણ ફાળવી દેવા સૂચના આપી હતી, અને મંત્રીમંડળ બદલાઈ ગયું ત્યારે હવે રાજુભાઈ જેન્ટલમેન બનીને GJ-18 તરફ એક નજર દોડાવો, બાકી તમારા પડોશી એવા હર્ષ સંઘવી હમણાં જ ૨૬મી જાન્યુઆરીના દિવસે ધ્વજ વંદન કરીને ગયા છે. તો જગ્યાની પૃચ્છા કરશો, બાકી તમારા કાર્યાલયથી થી પણ આ જમીન નો ટુકડો જ્યાં કોર્ટ સંકુલ નવું બાંધવાનું છે, તે દેખાશે, ક્યારે, થોડી નજર આ બાજુ પર પણ ફેરવશો. રાજ્યભરમાં તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રૂ.૯૧ કરોડ મંજૂર કર્યા છે, પણ GJ-18 ની ફેમિલી કોર્ટ આજે પણ મનપાની બિલ્ડિંગમાં કાર્યરત છે, જે અલગ હોવી જાેઈએ, હિંમતનગર, થરાદ ખાતે નવીન તાલુકા કોર્ટ ના બાંધકામ માટે ૧૨ કરોડ, ત્યારે દિવ્યાંગો માટેPM ના આગવા અભિગમ ની આગળ વધારવા માટે કલોલ, દહેગામ, માલપુર, ઈડર, તલોદ, ભિલોડા ખાતેની અદાલતોમાં ડાયરો દિવ્યાંગ વ્યક્તિ સુગમતાથી પ્રવેશ કરી શકે તેમના માટે વ્યવસ્થા ઉભી કરવાનું આયોજન કરી રહ્યા છો. ત્યારે GJ-18 સે.૧૧ ની જગ્યા પર નજર દોડાવો, જેમાં મોટાભાગના વકીલો ૨૫ થી ૪૦ વરસથી પ્રેક્ટીશ કરી રહ્યા છે, આટલી ઉંમરના કારણે ત્રણ થી ચાર માળની સીડી ચઢવી કાઢી પડી રહી છે, ત્યારે પ્રજાના પ્રશ્નો માટે એવા દિવ્યાંગો માટે જે અનેરૂ આયોજન કર્યું છે તેમાં વકીલોમાં પણ હવે ઉંમર થતાં દાદરા ચઢવા ખૂબ જ અસહ્ય થઈ ગયા છે, ત્યારે આ પ્રશ્ને ઝડપભેર આગળ વધો તેવી વકીલોની લોકોમાં માંગણી છે. અડીખમ ગુજરાતની જેમ આપ શ્રી અડીખમ બનીને તત્વ રીત અડીખમ ર્નિણય લો, અને GJ-18 અડીખમ બિલ્ડીંગ નું નવું સંકુલ ઊભું થાય તેવી વકીલોની લોક લાગણી છે.