શેરબજારનો આંક જેમજેમ ગગનચુંબી ઉંચો જઇ રહ્યો છે, તેમ ઇન્વેન્સટરો, અને સટોડીયાઓ પણ બજારમાં ભારે સક્રીયતા દાખવી રહ્યા છે. ત્યારે ભાડે ઓફીસો રાખીને GJ-18 ખાતે તથા માણસા, વિસનગર, કલોલમાં ડબ્બા ટ્રેડીંગ ફૂલ્યા ફાલ્યા છે. ત્યારે ડબ્બા ટ્રેડીંગ સંદર્ભે લાખો નહીં પણ કરોડો રૂપિયાની હેરાફેરી થાય છે. ત્યારે ડબ્બા ટ્રેડીંગના ધંધાના હારજીતનો સટ્ટો શેરબજારનો કરવામાં આવતો હોય છે. જે સોદા નાંખવામાં આવે તે કોમ્પ્યુટરમાં નાંખવામાં ન આવે ફક્ત ૧૦૦ શહેરની સામે ૧ શેર ખરીદે એટલે તે ભાવથી સોદો ગણાય, જેમાં સરકારને લાખો, કરોડોના ટેક્સની જે ચોરીયો થાય તેમાં ય્જી્ થી લઇને નેશનલ સ્ટોક એક્ષચેન્જ બોમ્બે સ્ટોક એક્ષચેન્જ એવા બોકરેજ હાઉસને ખૂબજ નુકશાન જઇ રહ્યું છે. ડબ્બા ટ્રેડીંગમાં અનેક લોકો ખુવાર થયા છે. ડબ્બા ટ્રેડીંગમાં નાણાં વગરના નાથાબાવો આઠ બાય આઠની ઓફીસ લઇને થોડી કેશ હાથ ઉપર રાખીને માથે વેપલો કરતાં હોય છે. માથે વેપલો કરતો આ ડબ્બા ટ્રેડીંગના ધંધો કરનારા પેમેન્ટ આપવાનું આવે તો નાનું મોટુ થઇ જાય, બાકી કાયદાકીય કશું જ ન થઇ શકે, ત્યારે પોલીસને ડબ્બા ટ્રેડીંગનો કોઇ કક્કાનો ક નો નિયમ જાણતું ન હોવાથીGJ-18 જિલ્લાના તાલુકાઓમાં આ ધંધો ત્યારે ફૂલ્યો ફાલ્યો છે.ટૂંકીને ટચ વાત કે સરકારના જે સ્ટોકએક્સચેન્જ છે, તેમાં સોદો નામ પૂરતો ૧ નાંખવાનો અને ત્યારબાદ જે ખરીદનાર ૧૦૦ થી ૫૦૦ શેર ખરીદવા માંગતો માથે આપી દેવાના, આનો પે આઉટ અઠવાડીયે સેટલમેન્ટ હોય, ત્યારે મોટાભાગે ડબ્બા ટ્રેડીંગ કરવાવાળા જ કમાતા હોય છે. આજદીન સુધી સટો રમનારનો વરઘોડો જાેયો નથી,ઠાઠડી જ નીકળે, ત્યારે ડબ્બા ટ્રેડીંગમાં લોકો ન્યાલ થઇ ગયા છે. ત્યારે દરેક તાલુકા, જિલ્લામાં બ્રાંન્ચો ખુલી ગઇ છે. ખેલો ઇન્ડીયા ખેલો તેમ સટોડીયાઓ ભારે સક્રીય થઇ ગયા છે. ડબ્બા ટ્રેડીંગ એટલે સરકારના નિયમોમા ંકોઇ સોદા નહીં, સરકારના ટેક્ષની ચોરી, અત્યારે ચારપાંચ સીંડીકેટ રચીને આ સોદાઓ સાથે ડબ્બા ટ્રેડીંગ ચલાવતા હોય છે. જાેવા જઇએ તો ઇન્વેસ્ટરો માટે ડબ્બા ટ્રેડીંગવાળા માથે સોદો આપી દેતા હોય છે, અને તે નાણાં પોતે ફેરવતા હોય છે. ત્યારે અહીંયા ડીલીવરી આવતી નથી, માથે સોદા કરીને અઠવાડીયાના સેટલમેન્ટમાં નુકશાન નફો જે હોય તે ગ્રાક અથવા ડબ્બો ચલાવનારી ચૂકવી દેતા હોય છે. ડબ્બા ટ્રેડીંગમાં રાજકીયા લોકોના પણ આ ધંધા ચાલી રહ્યા હોવાનું સુત્રો જણાવે છે.