GJ-18 જિલ્લામાં મચ્છરજન્ય રોગચાળાના ૧૫ હજાર, પાણી જન્યના ૫ હજારથી વધુ કેસો

Spread the love


ગુજરાતનું GJ-18 જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, મિકનગુનીયા, ઝાડા-ઉલ્ટી, કમળાના રોગો અને હવે સૌથી વદારે મહિલા અને બાદમાં પુરુષોમાં B-12 ની કમીના કારણે હાથપગ દુખવા, કમજાેરી,થી લઇને અનેક રોગો જેમાં મચ્છરજન્ય રોગોએ ભારે માથું ઉચક્યું છે. પાણી જન્ય રોગોમાં ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વદારે બિમાર દર્દીઓની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે.શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ, ચીકનગુનિયા, ઝેરી મેલેરિયા સહિત મચ્છરજન્ય રોગચાળાના અંદાજે ૧૫ હજારથી વધુ કેસ અને ઝાડા ઉલટી, કમળો, ટાઈફોઈડ, જેવા પાણીજન્ય રોગચાળાના લગભગ ૦૫ હજારથી વધુ કેસ હોવાનું જાણવા મળે છે.
શહેરમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવાને કારણે મચ્છરજન્ય રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે અને ઘેર ઘેર તાવ અને ઝાડા ઊલટીના કેસો જાેવા મળે છે. પાણીમાં પોલ્યુશનની ફરિયાદો ઉઠી રહી છે અને શહેરમાં ઝાડા-ઉલટી, કમળા સહિત પાણીજન્ય રોગચાળાના કેસો વધી રહ્યા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો અને દવાખાના તેમજ ફેમિલી ફિઝીશિયનો પાસે સારવાર લઈ રહ્યા છે.GJ-18 મનપા દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવતા નથી અને તેના કારણે નાગરિકોના આરોગ્ય અને સ્વાસ્થ્યને જાેખમમાં મૂકનારા ભેળસેળ કરનારા તત્વોને છૂટોદોર મળ્યો છે અને તેઓ બેફામ બન્યા છે.
GJ-18 જિલ્લા શહેરમાં મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ, જેવા મચ્છરજન્ય રોગચાળાના ૫૦,૦૦૦થી વધુ દર્દીઓ અને ઝાડા-ઊલટી, ટાઈફેઈડ, કમળા જેવા પાણીજન્ય રોગચાળાના ૫,૦૦૦થી વધુ દર્દીઓ હોવાનું બિનસત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે. કોરોનાએ માથું ઉંચકવાને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાનો ભોગ બનતા દર્દીઓ હોસ્પિટલોમાં જવાનું ટાળે છે.GJ-18 મનપા, કોવિડ-૧૯ના રોગચાળાને અંકુશમાં લેવામાં વ્યસ્ત હોવાને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને ડામવા, મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા, ઘેર ઘેર સર્વે કરવા, સહિતના પગલાં લેવાતા ન હોવાનું અને મેલેરિયા, ઝાડા-ઉલટીના કેસો પ્રત્યે ઉપેક્ષા સેવાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com